વાંકાનેરમાં પોલીસકર્મીની કારમાં કાળા કાચ બદલ દંડ કરાયો 

0
164

વાંકાનેર સીટી પી.આઈ. બી. પી. સોનારાએ વાંકાનેર પોલીસ મથકના પોલીસકર્મીને કાળા કાચ વાળી ગાડી બદલ દંડ ફટકાર્યો હતો. પોલીસ ડ્રાઈવ દરમ્યાન પોલીસ દ્વારા કાળા કાચ વાળી ફોર વ્હીલમાંથી કાળી ફિલ્મ દૂર કરી ચાલક પાસેથી સ્થળ પર જ દંડ વસુલતી હોવાના દ્રશ્યો વચ્ચે આજે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ પરમારની આઇટેન કાર ઝપટે ચડી ગઈ હતી. આ પોલીસકર્મીની કારમાં નિયમ વિરુદ્ધ કાચ પર બ્લેક ફિલ્મ લગાડેલી હોવાથી પી.આઈ. સોનારાએ તેમને સ્થળ પર જ 500 રૂ.નો દંડ ફટકારી કાચ પરની ફિલ્મ દૂર કરાવી હતી.

આમ, એક પોલીસકર્મીને ગાડીના કાળા કાચ માટે તેના જ પોલીસ અધિકારીએ દંડ ફટકારી કાયદો સૌ માટે સમાન હોવાનો સંદેશો આપ્યો હતો. ત્યારે વાંકાનેર સીટી પીઆઇ સોનારામાંથી પ્રેરણા લઈ મોરબી જિલ્લામાં અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા પણ સામાન્ય વાહન ચાલકોની સાથે પેહલા ઘરેથી શરૂઆત કરીને ટ્રાફિક અને વાહન એકટના નિયમો ભંગ કરતા પોલીસ કર્મીઓ અને તેમના પરિવારના લોકો સામે જ કાર્યવાહી કરવાની શરૂઆત કરી કાયદો સૌના માટે સમાનનો આદર્શ દાખલો બેસાડવો જોઈએ.

જોકે લોકોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે વાંકાનેરના પોલીસમાં માત્ર આ એક જ પોલીસકર્મી પાસે બ્લેક કાચ વાળી કાર નથી અન્ય કર્મીઓ પાસે પણ બ્લેક કાચ વાળી કાર છે. એટલું જ નહિ પણ વાંકાનેરના પોલીસ સ્ટાફ સિવાય અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ પોતાની બ્લેક કાચવાળી ગાડીમાં ફરી રહ્યા છે. આ ઉપરાંત કેટલાક અધિકારી અને કર્મચારીઓ નંબર પ્લેટ વગરના વાહનો પણ ચલાવી રહ્યાની ચર્ચા પણ થઈ રહી છે. આ બધા જ સામે કાર્યવાહી કરવામાં આવે તો જ સાચું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here