પંચમહાલ : નવીવાડી ક્લસ્ટરના ધોરણ ૩ થી ૫ ના શિક્ષકોનો માઈક્રોસોફ્ટ ટીમ વર્ચ્યુઅલ શિક્ષણ માટેનો માર્ગદર્શન ડીઝીટલ વર્કશોપ યોજાયો હતો.

0
87

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાની નવીવાડી કલાસ્ટરમાં કુલ ૧૨ શાળાઓ આવેલ છે. અને હાલ કોવિડ-૧૯ અંતર્ગત શાળાઓ બંધ છે ત્યારે શિક્ષણને ધબકતું રાખવા માટે શું કરી શકાય? માઈક્રોસોફ્ટ ટીમ વર્ચ્યુઅલ માધ્યમથી શિક્ષણ કઈ રીતે અસરકારક આપી શકાય.? સહિતના પ્રશ્નોના ઉકેલ માટે માઈક્રોસોફ્ટ ટીમ ગુગલ ફોર્મ, સ્પ્રેડશીટ, કવિઝ નિર્માણ, અસાઈનમેન્ટ, સ્ક્રીન શેરીંગ, ઇ-મટિરિયલ, જ્ઞાનકુંજ મટિરિયલ વર્ચ્યુઅલ કલાસ બોર્ડ વગેરેના પ્રેક્ટિકલ માર્ગદર્શન માટે એક ડીઝીટલ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ ૩ થી ૫ ના ૨૫ જેટલા શિક્ષકો નવી વાડી પ્રાથમિક શાળા ખાતે અને માધ્યમિક સરસ્વતી હાઈસ્કૂલ ઉજડામાં પણ ૧૪ શિક્ષકોએ હાજર રહી માઈક્રોસોફ્ટ ટીમ વર્ચ્યુઅલ કલાસ અને અન્ય ટેકનોલોજીનો નિયમિત શિક્ષણમાં કેવી રીતે ઉપયોગ કરવો જેવી બાબતે નવીવાડી સી.આર.સી. કો. ઓર્ડીનેટર સહિત ટીમે વ્યક્તિગત માર્ગદર્શન આપ્યું હતું.


અહેવાલ- ગણપત મકવાણા, પંચમહાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here