અમને આખી દુનિયાની સલાહ નથી જોતી : હાથરસ કેસમાં સુપ્રીમે કહ્યા આ શબ્દો

0
89

ઉતરપ્રદેશનાં હાથરસ ગેંગરેપ કેસની સુનાવણી આજે થઈ. સુનાવણી દરમિયાન આકરી દલીલો થઈ. યુપી સરકારે પીડિતાનાં પરિવારને સુરક્ષા પ્રદાન કરાવાની માહિતી આપી જ્યારે પીડિતાનાં પરિવારે કોર્ટમાં કેસનું ટ્રાયલ દિલ્હીમાં ટ્રાન્સફર કરવાની અપીલ કરી. કેસની દલીલો એટલી હદે વધી ગઈ કે ચીફ જસ્ટિસ બોલી ઉઠ્યા કે આરોપી, સરકાર અને પીડિતાના પરિવારને અમે સાંભળી લીધા છે. હવે અમારે આખી દુનિયાનાં મંતવ્ય કે સલાહની જરૂર નથી.

અદાલત તરફથી કોઈ પણ નવા વ્યક્તિને સીધા અલ્હાબાદ હાઈકોર્ટ પાસે લઈ જવા માટે કહેવામાં આવ્યું હતું. યુપી પોલીસ દ્વારા સુપ્રીમ કોર્ટને ભરોસો આપવાવામાં આવ્યો હતો કે કોર્ટ સુરક્ષા બાબતે જે આદેશ આપશે તેને પૂર્ણ કરીને બતાવવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આ મામલે પહેલા અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચ દ્વારા પણ સુનાવણી થઈ રહી છે. સુપ્રીમ કોર્ટમાં પરિવારની સુરક્ષાની અરજી દાખલ કરવામાં આવી છે. અદાલતે પણ એ બાબતે કોઈ આદેશ આપ્યા નથી. પીડિતાના ભાઈએ આજે માગ કરી હતી કે તપાસ પૂર્ણ થયા બાદ ટ્રાયલ દિલ્હીમાં થાય. સીબીઆઈએ તેનો રીપોર્ટ સીધો જ સુપ્રીમને સોપે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here