ઇન્કમટેકસના કર્મચારીઓ-અધિકારીઓ હડતાલ પર

0
87

વિવિધ માગણીઓનો ઉકેલ ન આવતાં આજે અંતે રાજકોટ સહિત દેશભરના આવકવેરા વિભાગના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ હડતાલ પર ઉતયર્િ છે. જોઈન્ટ કાઉન્સિલ એકશનના આદેશને અનુસરીને દેશના 65 હજાર કર્મચારીઓ અને 12,700 અધિકારીઓ બે વર્ષ જૂના વિવિધ પ્રશ્ર્નોના ઉકેલની માગણી સાથે આજે દેશભરમાં આવકવેરા કચેરીમાં ભૂખ હડતાલ, સૂત્રોચ્ચાર અને ધરણાં કરવામાં આવ્યા હતા.


રાજકોટ ઈન્કમટેકસ વિભાગમાં ઈન્કમટેકસ ગેઝેટેડ ઓફિસર્સ ગુજરાતના પ્રેસિડન્ટ ખોડુભા જાડેજા અને ઈન્કમટેકસ એમ્પ્લોઈઝ ફેડરેશનના ગુજરાત પ્રમુખ દીપકભાઈ ભટ્ટ, સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખ ભરતભાઈ રાજ્યગુરુ, સેક્રેટરી શ્રીકાંત અને રાજકોટના પ્રમુખ જ્હોન થોમસના માર્ગદર્શન નીચે આવકવેરા કચેરીનો આખો સ્ટાફ આ હડતાલ પર ઉતર્યો છે.


જેમાં આજે સવારે યુનિયનના અગ્રણીઓ ભૂખ હડતાલ પર ઉતયર્િ હતા. ત્યારબાદ બપોરે લંચઅવર્સમાં સૂત્રોચ્ચાર અને ધરણાં યોજી સરકારને માગણી પુરી કરવા માટે પ્રબળ રજૂઆત કરી છે. અગાઉ પણ આ વિવિધ મુદ્દાઓને લઈ આવકવેરાના કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી કામગીરીથી અલિપ્ત રહ્યા હતા. ઈન્કમટેકસ ગેઝેટેડ ઓફિસર્સના ગુજરાત પ્રમુખ ખોડુભા જાડેજાએ જણાવ્યું હતું કે, બે વર્ષથી મુખ્ય માગણી પ્રમોશન, રિક્રુટમેન્ટના નિયમો, ઈન્ફ્રાસ્ટ્રકચર, ઈન્સ્પેકટરોના પગારમાં વિસંગતતા, આઉટસોર્સિસને અટકાવવા સહિત મુખ્ય માગણીઓ માટે બે વર્ષથી સરકાર અને સીબીડીટી બોર્ડ વચ્ચે ચાલતી મંત્રણા છેલ્લી ઘડીએ અટકી પડે છે. હવે બહં થયું અમને સરકાર ખાલી લોલીપોપ જ આપી રહ્યું છે આથી આ માગણીને લઈને જોઈન્ટ કાઉન્સિલ ઓફ એકશન દ્વારા આજે આ એકશન માટે એલાન કરવામાં આવ્યું હતું. જો આગામી દિવસોમાં પણ આ લડત મુદ્દે જે પગલાં લેવાશે તેમાં અમે કર્મચારીઓ અને અધિકારીઓનો પુરતો સાથ રહેશે. આજે બપોરે ઈન્કમટેકસ વિભાગના પટાંગણમાં જે.સી.એ. જિંદાબાદ, યુનિટી જિંદાબાદના સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here