બિગ બજાર સહિત 57 સંકુલોમાં મચ્છરના ઝુંડ મળ્યા: મનપાએ ફટકારી નોટિસ

0
69

રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા અને મેલેરિયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગચાળો નાથવા માટે આજે શહેરના 9 શોપિંગ મોલ, 58 હોટલ અને 48 ઇન્ડસ્ટ્રીઝ સહિત કુલ 271 પ્રીમાઇસીસમાં મચ્છર ઉત્પતી અંગેની તપાસ કરવામાં આવી હતી. જેમાં બીગ બજાર સહિત 57 સ્થળોએથી મચ્છર મળી આવતા નોટીસ ફટકારી ા.24,950નો વહીવટી ચાર્જ વસુલાયો હતો.

મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે, જે 57 સ્થળોએથી મચ્છર મળી આવ્યા હતાં તેમાં બીગ બજાર શોપિંગ મોલ, આન ઓટો કુવાડવા રોડ, હોટલ ધ ગ્રાન્ડ રીજન્સી, સદર બજારમાં રવિ પેલેસ હોટલ, પર્લ ઇન હોટલ, પંકજ રેસ્ટોરન્ટ, પટેલ વિહાર રેસ્ટોરન્ટ, વિલ્યમ જોન્સ પીઝા, કસ્તુરબા રોડ પર રેટ્રો ફુડ ઝોન, સદર બજાર વન-વેમાં હોટલ જેનીસ, ભુપેન્દ્ર રોડ પર હોટલ ઉપાસના અને હોટલ યુરોપા ઇન, તુલસી સુપર માર્કેટ, ગોલ્ડન સુપર માર્કેટ, પંચનાથ પ્લોટમાં હાર્મની હોટલ, કોટેચા ચોકમાં કે.કે. હોટેલ, સાધુ વાસવાણી રોડ પર એડવાન્સ સાઉથ, રેડ એપલ, બજરંગ ફુડ ઝોન સહિતના સ્થળોએથી મચ્છર મળી આવતા તે બદલ નોટીસ ફટકારી દંડ વસુલાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here