હોટેલ સાથે ટાઈઅપ કરી કોરોના કેર સેન્ટર ચલાવતી ખાનગી હોસ્પિટલોને મુક્તિઅપાશે

0
197

કોરોના દર્દીઓની સંખ્યામાં દિનપ્રતિદિન ઘટાડો થઈ રહ્યો છે અને ખાલી બેડની સંખ્યામાં ઉતરોતર વધારો થઇ રહ્યો હોવાથી જે ખાનગી હોસ્પિટલના સંચાલકોએ કોવિડ કેર સેન્ટર (સીસીસી) માટે ખાનગી હોસ્પિટલો સાથે ટાઈઅપ કર્યું છે એવી ખાનગી હોસ્પિટલના સંચાલકો જો આ વ્યવસ્થામાંથી નીકળી જવા માગતા હોય તો તેમને મુક્તિ આપવામાં આવશે તેવી જાહેરાત કલેકટર રમ્યા મોહને કરી છે.
પત્રકારો સાથેની વાતચીતમાં કલેક્ટરે જણાવ્યું હતું કે કઈ ખાનગી હોસ્પિટલને મુક્તિ આપવી કે નહીં તેનો નિર્ણય કોર કમિટીની બેઠકમાં લેવાતો હોય છે. પરંતુ આ કિસ્સામાં મ્યુનિસિપલ કમિશનરને નિર્ણય લેવા માટે સત્તા આપવામાં આવી છે અને તે સ્વતંત્ર રીતે આ અંગેના નિર્ણય લઇ શકશે.


કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ ખાનગી હોસ્પિટલ હોટલો સાથેનું પોતાનું ટાઈઅપ જાળવી રાખવા માંગતા હોય તો તે વિકલ્પ પણ તેમના માટે ખુલ્લો છે. સરકારી હોસ્પિટલો અને સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલી કોરોના માટેની આરોગ્ય વિષયક તમામ સુવિધાઓ યથાવત રાખવામાં આવશે.


એક સવાલના જવાબમાં કલેક્ટરે જણાવ્યું હતું કે રાજકોટમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી જતા અમદાવાદ અને સુરતથી ડોક્ટરોની ટીમ રાજકોટ આવી હતી.  હવે જ્યારે પરિસ્થિતિ સુધરી છે ત્યારે આ તમામ ડોક્ટરોને પરત મોકલવામાં આવશે. પરત મોકલવાની પ્રક્રિયા તબક્કાવાર હાથ ધરાશે. હાલ તુરત 8 ડોક્ટરોને પરત મોકલવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં આઇસીયુ બેડના દર્દીઓની સંખ્યા વધુ હોવાના કારણે અન્ય ડોક્ટરોને આ સ્થિતિમાં વધુ સુધારો થયા બાદ મોકલવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here