- પરીક્ષાઓના પેપર લખવાની સમય મર્યાદા 3 કલાકની રહેશે
- પરીક્ષાઓના સમયપત્રકમાં કોઈ ફેરફાર કરાશે નહીં
કોરોના મહામારીની પરિસ્થિતિમાં ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા મે માસમાં મોકૂફ રખાયેલી તમામ પરીક્ષા નવેમ્બરમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. અગાઉ આ પરીક્ષા 1 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે હવે 21 નવેમ્બરથી 14 ડિસેમ્બર 2020 સુધીમાં લેવામાં આવશે.
ફાઉન્ડેશન કોર્સ એક્ઝામિનેશનની પરીક્ષા 8થી 14 ડિસેમ્બર સુધીમાં લેવામાં આવશે, તે ઉપરાંત ઈન્ટરમીડીયેટ કોર્સ એક્ઝામિનેશન ( ઓલ્ડ સ્કીમ) ગ્રૂપ-1ની પરીક્ષા 22થી 28 નવેમ્બર તથા ગ્રૂપ-2ની પરીક્ષા 1થી5 ડિસેમ્બર સુધીમાં લેવામાં આવશે. જ્યારે ઈન્ટરમીડીયેટ કોર્સ એક્ઝામિનેશન ( ન્યૂ સ્કીમ) ગ્રૂપ-1ની પરીક્ષા 22થી28 નવેમ્બર તથા ગ્રૂપ-2ની પરીક્ષા 1થી7 ડિસેમ્બર સુધીમાં લેવામાં આવશે.
પેપર લખવાની સમયમર્યાદા
કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારો દ્વારા કોઈપણ દિવસે રજા જાહેર કરવામાં આવે અથવા તો પબ્લિક હોલિડે હોવાને લીધે એક વાત પર ભાર મુકવામાં આવે છે કે પરીક્ષાના સમયપત્રકમાં કોઈ
ફેરફાર કરવામાં આવશે નહીં. ઉમેદવારોએ નોંધ કરી લેવી કે ફાઉન્ડેશન એક્ઝામિનેશનમાં 3 ને 4 નંબરનું પેપર 2 કલાકની સમય મર્યાદાનું હશે. ફાઈનલ એક્ઝામિનેશન (નવી સ્કીમ)નું
પેપર-6ની સમય મર્યાદા 4 કલાકની રહેશે. તેમજ અન્ય પરીક્ષાઓના પેપરની સમય મર્યાદા 3 કલાકની રહેશે.
ફાઈનલ કોર્સ એક્ઝામિનેશન
ફાઈનલ કોર્સ એક્ઝામિનેશન (ઓલ્ડ સ્કીમ) ગ્રૂપ-1ની પરીક્ષા 21થી 27 નવેમ્બર સુધી લેવાશે તથા ગ્રૂપ-2ની પરીક્ષા 29 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી લેવામાં આવશે. હવે ફાઈનલ
એક્ઝામિનેશન ન્યૂ સ્કીમની પરીક્ષાની વાત કરીએ તો ગ્રૂપ-1ની પરીક્ષા 21થી 27 નવેમ્બર તથા ગ્રૂપ-2ની પરીક્ષા 29 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધીમાં લેવાશે.
ઈન્સોરન્સ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ (IRM) ટેકનિકલ એક્ઝામિનેશન
ઈન્સોરન્સ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ (IRM) ટેકનિકલ એક્ઝામિનેશનની પરીક્ષાની વાત કરીએ તો મોડ્યુલI થી IVની પરીક્ષા 21થી 27 નવેમ્બર સુધી લેવામાં આવશે.
ઈન્ટરનેશનલ ટ્રેડ લૉ એન્ડ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન( પાર્ટ-1 એક્ઝામિનેશન)
ઈન્ટરનેશનલ ટ્રેડ લૉ એન્ડ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન પાર્ટ-1ની પરીક્ષામાં ગ્રૂપ Aની પરીક્ષા 21થી 23 નવેમ્બર સુધી તથા ગ્રૂપ Bની પરીક્ષા 25થી27 નવેમ્બર સુધી લેવામાં આવશે.
ઈન્ટરનેશનલ ટેક્સેશન- એસેસમેન્ટ ટેસ્ટ
ઈન્ટરનેશનલ ટેક્સેશન- એસેસમેન્ટ ટેસ્ટની પરીક્ષા 21થી23 નવેમ્બર 2020 સુધી યોજાશે
Examination | Paper(s) | Exam. Timings (IST) | Duration |
Foundation | Paper 1 & 2 | 2 PM to 5 PM | 3 Hours |
Paper 3 & 4* | 2 PM to 4 PM | 2 Hours | |
Intermediate (IPC) | All Papers | 2 PM to 5 PM | 3 Hours |
Intermediate (New Scheme) | All Papers | 2 PM to 5 PM | 3 Hours |
Final (Old Scheme) | All Papers | 2 PM to 5 PM | 3 Hours |
Final (New Scheme) | Paper 1 to 5 &Paper 7 & 8. | 2 PM to 5 PM | 3 Hours |
Paper 6 (Elective) | 2 PM to 6 PM | 4 Hour | |
Post Qualification Course Examinations i.e. | ALL | 2 PM to 5 PM | 3 Hours |