પીર લાખાસર ગામની સીમમાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક (અગ્નીશ્સ્ત્ર) સાથે એક ઈસમ પકડી પરતી દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી.

0
159

નાયબ પોલીસ મહાનિરીક્ષ સંદિપ સિંઘ રાજકોટ વિભાગ – રાજકોટ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોષી ની સુચના તથા માર્ગદર્શન મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા બની રહે અને નાગરિકોમાં શાંતિ અને તેઓની સલામતી જળવાઇ રહે તે સારૂ દેવભૂમિ દ્વારકા એસ.ઓ.જી ના પોલીસ ઈન્સ્પેક્ટર જે એમ પટેલ ની સુચના કરેલ હોય જે અનુસંધાને દરીયાઇ સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઈસમો ઉપર નજર રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતાં ઈસમો મળી આવે કાયદેસરની કાર્યવાહી કરવા એસ.ઓ.જી સ્ટ્રાફની અલગ અલગ ટીમો સુચના કરેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ હેડ કોંન્સ ઈરફાનભાઈ એ ખીરા તથા સાથેના આસી સબ ઈન્સ વિરેન્દ્રસિંહ મનુભા જાડેજા તથા પોલીસ હેડ કોંન્સ હરપાલસિંહ ઉદેસિંહ જાડેજા તથા પો કોંસ નિલેશભાઈ એચ કારેણા એ રીતે એસ.ઓ.જી સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હોય તે દર તે દરમ્યાન ઈરફાનભાઈ એ ખીરા તથા સાથેના પો કોંસ નિલેશભાઈ એચ કારેણા ને વિશ્ર્વાસુ ખાનગીરાહે સંયુક્ત રીતે બાતમી રાહે હકીકત મળેલ કે ઉમરભાઈ ઉર્ફે અબાડો દેથા રહે પીર લાખાસર ગામે તા જામ ખંભાળીયા જીલ્લા દેવભૂમિ દ્વારકા નામ વાળા વ્યક્તિ પાસે થી ગે કા રીતે સક્ષમ અધિકારીના પાસ પરવાના વગરની દેશી હાથ બનાવટની ઉપરથી ભરવાની જામગરી બંદુક (અગ્નીશ્સ્ત્ર) છે અને હાલ તે હથિયાર લઈને ખાપરીવાળી આથમણી સીમામાં ગયેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત મળતા તુરંત જ બે રાહદારી પંચોને બોલાવી વોચમા હોય તે દરમ્યાન મજકૂર ઈસમને કોર્ડન કરી લઈ ઉભા રહી પોલીસ તરીકેની ઓળખાણ આપી મજકુર ઈસમનુ પંચની રૂબરૂમાં નામ સરનામું પૂછતાં ઉમરભાઈ ઉર્ફે અબાડો અબ્બાસ ઓફ આલીભાઈ ઓસમાણભાઈ દેથા જાતે મુસ્લિમ સંધી ઉ વ 28 ધંધો ખેતીકામ રહે લાખાસર ગામે ઈદ મસ્જિદ ની બાજુમાં તા જિમ ખંભાળીયા જી દેવભૂમિ દ્વારકા વાળોહોવાનુ જણાવેલ મજકુર ના હાથમાં રહેલ જામગરી બંદુક (અગ્નીશ્સ્ત્ર) પોતાના કબજામાં રાખવા અંગે સમક્ષ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવતો પાસ પરવાના હોય તો રજૂ કરવાનુ કહેતા નહીં હોવાનું જણાવેલ જેથી મજકુર ઈસમ પાસે રહેલ બંદુક (અગ્નીશ્સ્ત્ર) જોતા દેશી હાથ બનાવટની ઉપરથી ભરવાની જામગરી હોય જે પોતાના કબજામાં રાખવા અંગે સમક્ષ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવતો પાસ પરવાના હોય તો રજૂ કરવાનુ કહેતા મજકુર પાસે કોઈ પાસ પરવાના નહિ હોવાનું જણાવેલ જેથી મજકુર આરોપી એ કલમ 25(1-બી) એ મુજબ ગુન્હો કરેલ હો3 સરકાર તરફથી ફરિયાદ પોલીસ હેડ કોન્સ ઈરફાનભાઈ એ ખીરા રૂબરૂમાં સાથે પો કો નિલેશભાઈ એચ કારેણા નઓએ આપેલ છે તેમજ મજકુર ને ધોરણે અટક કરવા કાર્યવાહી કરી જામ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાવી આગળ ની તપાસ અર્થે જામ ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે

આ સમગ્ર કાર્યવાહીમાં એસ.ઓ.જી ના પોલીસ ઈન્સ્પેક્ટર જે એમ પટેલ તથા એસ.ઓ.જી ના આસી સબ ઈન્સ વિરેન્દ્રસિંહ જાડેજા તથા પો હેડ કોં ઈરફાનભાઈ ખીરા તથા હરદેવસિંહ જાડેજા પો કોં નિલેશભાઈ કારેણા કિશોરસિંહ જાડેજા સ્ટ્રાફ જોડાયેલા હતા.

અહેવાલ- સાગર સંઘાણી, જામનગર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here