જેતપુરના સરધારપુરના ખેડૂતોએ પોતાના ખેતરે બેસી ઉપવાસ કર્યા

0
527

પાક વીમો તેમજ દેવા માફી અંગે ન્યાયની માગણી માટે ખેડૂતોએ શોધ્યું અસરકારક પ્લેટફોર્મ

જેતપુર. કોરોના સંક્રમણ કાળમાં સભા સરઘસો પર સરકાર દ્વારા પ્રતિબંધ મુકાયો છે. અને આ કપરા કાળના સમયે જ ખેડૂતોને સરકાર દ્વારા અનેક અન્યાય થયા છે. ત્યારે ખેડૂતોએ સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે ડિજિટલ પ્લેટફોર્મ શોધી લીધું છે. જેમાં ખેડૂતો એક જગ્યાએ એકઠા થયાં વગર જ્યાં હોય ત્યાંથી જ આંદોલનમાં સહભાગી બની શકે છે. બે મહિના પૂર્વે સમગ્ર ગુજરાતમાં ડિઝિટલ પ્લેટફોર્મ પર આંદોલન કર્યા બાદ આજે ફક્ત રાજકોટ જિલ્લાના ખેડૂતોનું ડિજિટલ આંદોલન યોજાયું હતું, જેમાં જેતપુર તાલુકા સરધારપુર ગામના ખેડૂતો પોતાના જ ખેતરે બેસીને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ઉપવાસ કર્યા હતા. આ આંદોલનમા પંદરથી વીસ હજાર ખેડૂતો જોડાયા છે.

આ જગત તાત ડિઝિટલ આંદોલનને અન્ય જિલ્લાના ૨૫થી વધુ ખેડૂત આગેવાનોએ સોશ્યલ મીડિયા પર સંબોધ્યા હતા. આ ડિજિટલ પ્લેટફોર્મ પરથી ખેડૂતોએ પાક વીમો, ખેડૂતોના દેવા માફ અને રાજકોટ ખાતે ખેડુત આગેવાનો સાથે પોલીસે કરેલ બર્બરતાની ન્યાયિક તપાસની માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here