બેઘર થયેલી સારા ગુરપાલે ઘરવાળાના સિક્રેટ જાહેર કર્યા, કહ્યું- ‘નિક્કી તંબોલીમાં માણસાઈ નથી, જાન સાનુ અને રાહુલ વૈદ્ય સાથે ઘરમાં ફેવરેટિઝ્મ થઇ રહ્યું છે’

0
101

એક અઠવાડિયા બાદ જ બિગ બોસના ઘરથી બેઘર થયેલી સારા ગુરપાલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમ્યાન, આટલી જલ્દી શોમાંથી બહાર આવ્યા બાદ તેનું દુઃખ જતાવ્યું હતું. વાતચીત દરમ્યાન તેણે સિદ્ધાર્થ શુક્લા પર અનફેર હોવાનો આરોપ લગાવ્યો તો બીજી બાજુ નિક્કી તંબોલી પર પણ ગુસ્સો કાઢ્યો. સિંગરે તેના એક્સ હસબન્ડ તુષાર કુમાર વિશે પણ ખુલીને વાત કરી.

મારી સાથે સિદ્ધાર્થ શુક્લાએ જે કર્યું તે ખોટું હતું
મારી સાથે જે થયું તે ઘણું ખોટું થયું છે, મારી સાથે અન્યાય થયો છે. માત્ર એક ટાસ્ક ન કરી શકી તો સિદ્ધાર્થ શુક્લાએ મને રિજેક્ટ કરી દીધી. તે નિક્કીને ફેવર કરી રહ્યા હતા જે સાવ ખોટું હતું. બીજા સિનિયર્સ હિના ખાન અને ગૌહર ખાન ઇચ્છતા ન હતા કે હું બેઘર થાઉં પણ તેમ છતાં સિદ્ધાર્થે મને બેઘર કરી દીધી. હું તેના આવા વર્તનને ક્યારેય માફ નહીં કરું.

ઓડિયન્સ મને બેઘર કરત તો હું કઈ ન બોલત
હું આ ગેમમાં આગળ સુધી જવા ઇચ્છતી હતી, ઓડિયન્સને ખુદની રીયલ પર્સોનાલિટી દેખાડવા ઇચ્છતી હતી. આ શો મેં ઓડિયન્સ માટે પસંદ કર્યો હતો, જો તે મને બેઘર કરત તો હું કઈ ન બોલત. પરંતુ મારી સાથે જે સિદ્ધાર્થે કર્યું તે ઘણું અયોગ્ય હતું. ચાન્સ મળ્યો તો હું આ શોમાં વાઈલ્ડ કાર્ડ બનીને જવા ઈચ્છું છું અને દર્શકોને મારી સાચી પર્સોનાલિટી દેખાડીને તેનું દિલ જીતવા માગીશ.

સલમાન ખાને પણ વાતો સંભળાવી હતી
હોસ્ટ સલમાન ખાને તો મને માત્ર એક કે બે વાતો સંભળાવી હતી પણ બીજાને તો કેટલું બધું સંભળાવી દીધું હતું. સલમાન ઈચ્છતા હતા કે હું સ્ક્રીન પર વધુ દેખાઉં જે ખોટું ન હતું. હું ધીરે-ધીરે ઓપન થઇ રહી હતી. મેં શું ન કર્યું- મારા વાળ કપાવી લીધા, આંખ પર ઇજા થઇ, માત્ર એક ટાસ્ક ન કરવા પર સિદ્ધાર્થે મને કાઢી નાખી, આ ક્યાંનો ન્યાય છે. તે ખરેખર મારી નજરમાંથી ઉતરી ગયા છે.

રૂબીના, અભિનવ અને એજાઝને ગેમમાં છેલ્લે સુધી જોવા માગું છું
ગેમમાં કોણ સારું રમી રહ્યું છે તે કહેવું તો ઘણી ઉતાવળ કહેવાશે પણ અત્યાર સુધી મને રૂબીના દિલૈક, અભિનવ શુક્લા અને એજાઝ ખાન ઘણા સારા લાગ્યા. તેમને જોઈને લાગે છે કે તે ઘણા સારા પરિવારમાંથી છે. હું તેમને ગેમમાં છેલ્લે સુધી જોવાની ઈચ્છા રાખું છું. જાન સાનુ અને રાહુલ વૈદ્ય કઈ નથી કરી રહ્યા પણ તેમને ફેવરેટિઝ્મ મળે છે.

નિક્કી તંબોલીમાં માણસાઈ નથી, આ બધા નાટક શોમાં ટકવા માટે કરી રહી છે નિક્કી આ બધા નાટક શોમાં બનવા માટે કરી રહી છે. તેને લાગે છે કે આ નાટક તેને શોમાં કાયમ રહેવા માટે મદદ કરશે પણ મારા મુજબ તો આવું નહીં થાય. ભરોસો કરો તેનામાં માણસાઈ નથી. જે તેણે મારી આંખો સાથે કર્યું છે તેના માટે હું ક્યારેય માફ નહીં કરું. જે માણસ પોતાના નખ બચાવવા માટે કોઈ પર હુમલો કરી શકે તેને જનતા શું અપનાવશે. થોડો સમય જશે પછી સાચી ઇમેજ બહાર આવશે.

તુષાર સાથે જોડાયેલી કોઈ વાત મેટર નથી કરતી
મારા માટે તુષાર (સારાના એક્સ હસબન્ડ) સાથે જોડાયેલી કોઈ વાત મેટર નથી કરતી. તે પબ્લિસિટી મેળવવા માટે હવે અમારા સંબંધ વિશે બોલી રહ્યો છે. છેલ્લા 4-5 વર્ષમાં તે ક્યાં હતો? તેની સાથે મારો સંબંધ અબ્યુસીવ હતો. તેની સાથે હું ઘણા ખરાબ સમયમાંથી પસાર થઇ છું. તે ઘણું હિંસા પૂર્ણ હતું અને મને લાગે છે કે દરેક છોકરીને હક છે કે તે આવી નર્કવાળી જિંદગી છોડીને આગળ વધે. મેં પણ એ જ કર્યું. મારો આખો પરિવાર મારી સાથે છે તે જાણે છે કે મારી કોઈ ભૂલ ન હતી. તેને જે કહેવું હોય તે ભલે બોલે, મારા માટે તે જરાપણ મેટર નથી કરતો.

‘બિગ બોસ 14’માં સામેલ થયા પહેલાં સારાએ 2 વેબ સિરીઝ સાઈન કરી હતી પણ ડેટ ઈશ્યુને કારણે તે પૂરું ન થયું. જોકે હવે તે બહાર આવી ગઈ છે તો ટૂંક સમયમાં 2 સિરીઝ પર કામ કરવાનું શરૂ કરી દેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here