જુનાગઢ હાથરસ મામલે મુસ્લીમ એકતા મંચ દ્વારા આદરનીય રાજયપાલ ને સંબોધી આવેદન પત્ર પાઠવ્યું.

0
67

હાથરસમાં દલીત યુવતી પર દુષકર્મ મામલે પરીવાર ને સંપુર્ણ ન્યાય મળે તે બાબતે મુસ્લિમ એક્તા મંચ જુનાગઢ સહેર ટીમ દ્વારા રાજ્યપાલ ને સંબોધી જુનાગઢ જીલ્લા કલેકટર ને આવેદન પત્ર અપાયુ હતુ સમગ્ર ગુજરાતમાં સર્વે સમાજની સુખાકારી સામાજીક વિકાસ અર્થે ચાલતી ચળવળ મુસ્લિમ એક્તા મંચ ના જુનાગઢ શહેરના હોદ્દેદારો દ્વારા પીડીત પરીવાર ને ન્યાય ની માંગ કરાય હતી ઉતર પ્રદેશ ના હાથરસ જીલ્લામાં દલીત યુવતી સાથે સામુહીક રીતે બળાત્કાર ત્યાર બાદ તે યુવતી નુ મોત નીપજયુ હતુ હાથરસ ગેંગરેપ કેસ માં પીડીત પરીવાર ને સંપુર્ણ ન્યાય મળે તે બાબત સુનીશ્વિત કરવા જુનાગઢ જીલ્લા કલેકટર મારફતે રાજયપાલ ને આવેદન પાઠવી ભારત સરકાર ને અનુરોધ કર્યો હતો ઉલ્લેખનીય છે કે યુ.પી. ના હાથરસ જીલ્લા ના એક નાના ગામ માં ૧૯ વર્ષીય કન્યા પર સામુહીક બળાત્કાર ગુજારી અને ત્યારબાદ તે યુવતી ની કરોડરજુ તોડી નાખવામાં આવી હોવાથી તેને લકવો થઈ ગયો હતો જેથી તેને સારવાર માટે દિલ્લી ની સફદરજંગ હોસ્પીટલ માં દાખલ કરવામાં આવી હતી અને અમુક દીવસોમાં તેનુ મોત નીપજયુ હતુ જેથી સમગ્ર દેશ ના લોકો મા આ મામલે આકોશ ભભુકી રહયો હોય આ ધટના મા આરોપીઓ પર સખત કાર્યવાહી થાય તેમજ પીડીત પરીવાર ને યોગ્ય સંપુર્ણ ન્યાય મળે તે બાબત ને સુનીચ્છિત કરવા સરકાર સમક્ષ મુસ્લિમ એક્તા મંચ દ્વારા માંગ કરાય હતી. મુસ્લિમ એકતા મંચ દ્વારા જુનાગઢ જીલ્લા કલેકટર ને આવેદનપત્ર અપાયું


અહેવાલ- હુસેન શાહ, જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here