લોકડાઉન ને લીધે લોકસંસ્કૃતિ અને લોકસંગીત નું જતન કરતાં કલાકારો ની પરિસ્થિતી ખુબજ કફોડી બની

0
102

કોરોનાવાયરસ ને કારણે આવેલ કપરી પરિસ્થિતિમાં છેલ્લા સાત-આઠ મહિનાથી તમામ પ્રકારના ધંધા-રોજગાર તથા પ્રોગ્રામ અને હાલમાં નવરાત્રી પણ બંધ હોવાથી આપણી લોકસંસ્કૃતિ અને લોકસંગીત નો વારસો જાળવી રાખનાર કલાકારો પાસે પોતાની કલા સિવાય અન્ય કોઈ આવકનુ સાધન ન હોવાથી તેમની પરિસ્થિતી ખુબજ કફોડી બની ગઈ છે,

આ ઉપરાંત બેંકના હપ્તા ગોડાઉનના ભાડા, બાળકોની સ્કૂલ ફી અને ઘર ખર્ચ બધું જ ચાલુ જ છે, અને આવકનો કોઈ સ્ત્રોત નથી આને ધ્યાનમાં લઇ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે તમામ ધંધા અને રોજગાર ચાલુ થઈ ગયા છે ત્યારે કલાકારોને પણ એમના નાના-નાના પ્રોગ્રામ શરૂ કરવાની મંજૂરી આપે એ અંગેની કોઇ યોગ્ય ગાઈડલાઈન જાહેર કરે એ માટેનું આવેદનપત્ર આજરોજ ગોંડલ ડેપ્યુટી કલેકટર ને ગોંડલ કલાવૃંદ કમિટી દ્વારા ભાવેશભાઈ શિયાણી, તુષારભાઈ ચૌહાણ, રાજુભાઈ સોની, પ્રદીપભાઈ માધડ, હરદેવભાઇ આહિર, સંજયભાઈ પંડ્યા, રાહુલભાઈ શાહ, ચેતનભાઈ રૈયાણી, મનીષભાઈ મેરાણ, શોભનાબેન પટેલ તથા અન્ય કલાકારોના હસ્તે આપવામાં આવ્યું,

માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કલાપ્રેમી છે ત્યારે કલાકારો દ્વારા વિનંતી કરવામાં આવી રહી છે કે આ અંગેની યોગ્ય ગાઈડલાઈન જાહેર કરવાથી અથવા કલાકારોને કોઇ રાહત પેકેજ જાહેર કરવાથી કલાકારોને થોડી ઘણી રાહત મળે તેમ છે. તથા ટૂંક સમયમાં જ યોગ્ય ગાઈડલાઈન જાહેર કરી કલાકારો અને આ કલાને જીવંત રાખવા સરકાર ને અમારી નમ્ર અરજ છે‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here