આર.ટી.ઓ.મા કામગીરીનો બેકલોગ ઘટાડવા લાઇસન્સ સિવાયની તમામ કામગીરી ઓનલાઇન કરાશે

0
63
  • મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે થઈ મહત્વની બેઠક: 40 જેટલી કામગીરી ઓનલાઈન કરાશે


રાજ્યમાં વાહનવ્યવહાર ની કચેરીના કામકાજનો વેટિંગ લિસ્ટ રોજબરોજ લાંબુ થઈ રહ્યું છે. અરજદારોને 3 મહિના સુધી વેટિંગમાં રહેવાની પરિસ્થિતિ ઉભી થઇ છે, ત્યારે આર.ટી.ઓ.માં ઝડપથી કામગીરી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પાકા લાયસન્સને છોડીને લગભગ બધી જ કામગીરી ઓનલાઈન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કાચા લાયસન્સની કામગીરી હાલ આઇ.ટી.આઈનૈ સોંપવામા આવી છે, તો ટૂંક સમયમાં આર.ટી.ઓ.ને પણ ફરીથી કાચું લાયસન્સ ઇશ્યૂ કરવાની સત્તા આપવામાં આવશે.


વર્તમાન સમયમાં આર.ટી.ઓ.માં લાયસન્સ રિન્યૂ કરાવવાનું, ડુપ્લિકેટ લાઇસન્સ કરાવવું, વાહનોને ટેક્સ ભરવા અને વાહનોના સર્ટિફિકેટ જેવી કુલ 11 કામગીરી ઓનલાઇન કરવામાં આવી રહી છે, હજૂ પણ આગામી સમયમાં વધુ 40 જેટલી કામગીરી ઓનલાઇન કરવામાં આવશે. હવે આર.ટી.ઓ.માં કોઈપણ અરજદારોને આવું ન પડે તે રીતે તમામ કામગીરી રાજ્ય સરકારે ઓનલાઈન કરવાની તૈયારી દશર્વિી છે.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા 40 જેટલી કામગીરીને ઓનલાઇન કરવા માટેની ફાઈલ રજૂ કરવામાં આવી છે. જેને ટૂંક સમયમાં જ ટ્રાન્સપોર્ટ પ્રધાન આર.સી.ફળદુ અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા મંજૂરી પણ આપવામાં આવશે.


આ ઉપરાંત આર.ટી.ઓ.ના કામ નુ ભારણ ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા કાચા લાયસન્સની કામગીરી આઇ.ટી.આઈ.ને આપવામાં આવી છે, આમ છતાં વેટિંગ લિસ્ટ વધી રહ્યું છે અને 2 મહિનાથી વધુનો સમયગાળો થઈ રહ્યો છે, ત્યારે આ વેટિંગ પીરિયડને ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ફરીથી આર.ટી.ઓ.ને કાચા લાઈસન્સ ઇશ્યૂ કરવાની સત્તા આપી શકે તેમ છે. આમ કાચુ લાયસન્સ હવે આર.ટી.ઓ.અને આઇ.ટી.આઈ. બન્ને જગ્યાએથી ઈશ્યૂ થઈ શકે તેવું પણ રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.


રાજ્ય સરકાર દ્વારા હવે આર.ટી.ઓ.ની તમામ કામગીરી ઓનલાઇન રજૂ કરવામાં આવશે. જેમાં કુલ 40 જેટલી કામગીરીનો સમાવેશ કરવામાં આવશે, ત્યારે હવે તમામ કામગીરી ઓનલાઇન થયા પછી પણ વેટિંગ પીરિયડ યથાવત રહે છે કે નહીં તે જોવું રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here