25 કરોડ પ્રવાસી મજૂરો માટે લાભના પટારા ખુલશે

0
94
  • કેન્દ્ર સરકાર પોર્ટલ ખોલીને બધાની ભરતી કરશે અને કલ્યાણકારી યોજનાઓનો લાભ આપશે


કોરોનાવાયરસ વખતે જે લાંબા લોકડાઉન માં દેશભરમાં અને વિદેશમાં પણ ચચર્નિા કેન્દ્રમાં રહ્યા હતા તે કરોડો પ્રવાસી મજૂરો માટે હવે કેન્દ્ર સરકાર લાભ નો પટારો ખોલવા જઈ રહી છે અને 25 કરોડ પ્રવાસી મજૂરો ની ભરતી કરવા માટે કેન્દ્ર સરકાર એક પોર્ટલ ખોલાવશે.


આ પોર્ટલમાં બધા જ પ્રવાસી મજૂરોની એન્ટ્રી કયર્િ બાદ તેમને કેન્દ્ર સરકાર દ્વારા અપાતી કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે અને તેમના સામાજિક અને આર્થિક વિકાસ માટે સરકાર અન્ય વર્ગોની જેમ તેમને પણ મોટી સહાયતા કરશે.


કેન્દ્રીય શ્રમ સચિવ દ્વારા આ મુજબની જાહેરાત કરવામાં આવી છે અને તેમણે એમ પણ કહ્યું છે કે દેશનું પ્રથમ જ એવું પોર્ટલ હશે જે સરકાર દ્વારા ચાલી રહેલી તમામ યોજનાઓ સાથે જોડાયેલું હશે. આયુષ્માન ભારત અને સબસીડી વાળી રાશન યોજના તેમજ અન્ય યોજના પણ તેની સાથે જોડાય જશે.


તેમણે કહ્યું છે કે મોબાઈલ ફોન મારફત તમામ પ્રવાસી મજૂરોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને બધાને સરખા ભાગે કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવશે. લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોએ ચાલીને હજારો કિલોમીટર દૂર સુધી પ્રવાસ કર્યો હતો અને કેટલાય મજુરોના મૃત્યુ થઈ ગયા હતા ત્યારબાદ પ્રવાસી મજૂરોનો મુદ્દો દેશ અને વિદેશમાં ચચર્નિા કેન્દ્રમાં રહ્યો હતો આ બાબતે કેન્દ્ર સરકારની આકરી ટીકા પણ થઇ છે.


શ્રમ સચિવ દ્વારા એવી જાહેરાત પણ કરવામાં આવી છે કે અત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ દ્વારા અલગ-અલગ કેટેગરીના મજૂરોનો ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ કામગીરી પૂરી થયા બાદ રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવશે.


તેમણે એમ પણ કહ્યું છે કે શ્રમ મંત્રાલય દ્વારા સ્વદેશી શ્રમિકો અને પ્રવાસી મજૂરો ના અલગ અલગ સર્વેક્ષણો કરવામાં આવશે અને બધી વિગતો એકત્ર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here