ભાવનગરમાં 30 દિવસમાં સામૂહિક આપઘાતની બીજી ઘટના : ઘરકંકાસના કારણે પત્ની રિસામણે જતા યુવકે બંને બાળકોને ગળે ટૂંપો દઈ પોતે પણ કરી આત્મહત્યા,

0
266

ભાવનગરમાં 30 દિવસમાં સામૂહિક આપઘાતની બીજી ઘટના બની છે. ભાવનગર પાસેના વરતેજ તાબેના નવાગામ ખાતે રહેતા શ્રમજીવીના પત્ની છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસના કારણે રિસામણે હોય તેનાથી કંટાળી યુવકે તેના બન્ને બાળકોને ગળે ટૂંપો દઇ પોતે પણ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી પ્રસરી જવા પામી છે. બનાવની જાણ થતા વરતેજ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહોને પી.એમ.માટે હોસ્પીટલમા ખસેડી બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


બનાવની મળતી વિગતો મુજબ વરતેજ પોલીસ સ્ટેશન હેઠળના નવાગામ ખાતે રહેતા અને મજુરી કામ કરતા લાલાભાઇ નાગજીભાઇ ચોહાણ (ઉ.વ.30 )ને તેમના પત્ની સાથે કેટલાક સમયથી ઘર કંકાસ ચાલતો હતો. પોતાની આર્થિક સ્થિતિ  નબળી હોય વારંવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા તેમ પ્રાથમિક તપાસમાં છેલ્લે થયેલ ઝઘડા બાદ પત્ની તેમના પિયરે રિસામણે ચાલી ગયેલ અને પરત ન આવતા લાલાભાઇને કામ ધંધાની અને નાની દીકરી પ્રતિજ્ઞા (ઉ.વ.5) તથા પુત્ર માનવ (ઉ.વ.3)ને સાચવવાની પણ જવાબદારી હતી જેનાથી કંટાળી ગયા હતા.  આ પરિસ્થિતિમાં ગઈ કાલે પ્રથમ બન્ને બાળકોને ઘરના પતરાની છતમાં લાગેલા લોખંડના પાઇપ સાથે કપડા બાંધી બન્નેને ગળે ટુંપો દઇ બાદમાં પોતે પણ ફાંસો ખાઇ લેતા ત્રણેયના મોત નીપજ્યાં હતા.


બનાવની જાણ થતા ભાવનગર એસપી રાઠોર, ડીવાયએસપી ડી.ડી.ચૌધરી વરતેજ પોલીસે ઘટના સ્થળે દોડી ગયા હતા. મૃતદેહોને દોરીએથી નીચે ઉતારી પી.એમ.માટે હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમા સામૂહિક આપઘાતનું કારણ ઘરકંકાસ હોવાનુ જાણવા મળેલ છે. હજુ ગત 16 સપ્ટેમ્બરના રોજ ભાવનગરમાં વિજયરાજનગર વિસ્તારમાં રહેતા અને ક્ધસ્ટ્રકશનનનો વ્યવસાય કરતા નિવૃત્ત ડીવાયએસપીના નરેન્દ્રસિંહ.બી જાડેજાના પુત્ર પુથ્વીરાજસિંહ ઉર્ફે પદયુમનસિંહ ઉર્ફે પદુભા નરેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.36)એ બુધવારે મોડી સાંજે પોતાના ઘરે પોતાની બે પુત્રીઓ, પત્ની અને કૂતરાને પોતાની રિવોલ્વરમાંથી ગોળી મારી હત્યા કરી બાદમા પોતે પણ લમણે ગોળી મારી આપઘાત કરી લેતાં તમામનાં મોત નીપજ્યાં હતાં. આ પછી 30 દિવસમાં આ સામુહિક આત્મહત્યાની ઘટનાના પગલે અરેરાટી પ્રસરી ગઈ છે.

અહેવાલ- કૌશિક વાજા, ભાવનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here