સ્વસ્થ યુવાનોને 2022 સુધી વેક્સીનની રાહ:જોવી પડશે: ડબલ્યુએચઓ

0
75
  • વેક્સીન માટે કોને પહેલા પ્રાથમિકતા મળશે એ ડબલ્યુએચઓએ જણાવ્યું છે


એક બાજુ સમગ્ર દુનિયા આ વર્ષના અંત સુધી અથવા તો આવતા વર્ષની શરુઆતમાં જ કોરોના વાયરસ વેક્સીન આવવાની આશા લગાવીને બેઠી છે તો સ્વસ્થ લોકોને વેક્સીન માટે 2022 સુધી હજુ રાહ જોવી પડી શકે છે. સૌથી પહેલા વેક્સીન હેલ્થ વર્કર્સ અને એવા લોકોને આપવામાં આવશે. જેને ઈન્ફેક્શનનો ખતરો વધારે છે.


વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન (ડબલ્યુએચઓ)એ આ વિશે જાણકારી આપી છે કે વેક્સીન માટે કોને પહેલા પ્રાથમિકતા મળશે. ઓનલાઈન આયોજીત એક સવાલજવાબના કાર્યક્રમ દરમિયાન ડબલ્યુએચઓના ચીફ સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામિનાથનએ કહ્યું કે વર્ષ 2021ના અંત સુધીમાં એક અસરદાર વેક્સીન જરુર આવશે પરંતુ તેની માત્રા સીમિત જ હશે.


સ્વામિનાથને પ્રાથમિકતા સમજાવતા જણાવ્યું કે, ’મોટાભાગના લોકો સહમત થશે કે હેલ્થવર્કર કર્મચારીઓને ફ્રન્ટલાઈન વર્કર્સથી શરૂઆત થશે પણ આ સાથે જ જોખમ કોને છે તેની પર પણ નજર રહેશે. જે પછી વૃદ્ધ અને પછી આ રીતે આગળ વધતું જશે.’ તેમણે કહ્યું કે ઘણી સૂચનાઓ આવશે પરંતુ તેમને લાગે છે કે સરેરાશ વ્યક્તિ જેમાં યુવાન તંદુરસ્ત વ્યક્તિએ 2022 સુધી રાહ જોવી પડી શકે છે.
સ્વામિનાથે કહ્યું કે, કોઈ પણ કંપ્નીએ અત્યારે જેટલી જરૂરી છે તેટલી માત્રામાં આવી રસી બનાવી નથી. તેથી 2021માં એક રસી આવશે પરંતુ મર્યિદિત માત્રામાં હશે. જેથી, પ્રથમ કોને રસી આપવી તે અંગેના દેશો કેવી રીતે નિર્ણય લેશે તે નક્કી કરવા માટે એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે. લોકોને લાગે છે કે આપણે પહેલી જાન્યુઆરી કે પહેલી એપ્રિલથી રસી મેળવીશું અને તે પછી બધું સામાન્ય થઈ જશે. જે નથી થવાનું.


આ પહેલા બ્રિટનની કોરોના વેક્સીન ટાસ્ક ફોર્સના વડા કેટ બિંઘમે કહ્યું હતું કે, ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી આ વર્ષના અંત સુધીમાં આવી શકે છે પરંતુ હવે શક્યતા એવી છે કે આ રસી આવતા વર્ષની શરુઆતમાં આવે. અગાઉ એવી આશા રાખવામાં આવી હતી કે વર્ષના અંત સુધીમાં આ રસીનો ઉપયોગ ઈમર્જન્સીમાં કરી શકાશે. બ્રિટનની રસી આ રેસમાં મોખરે માનવામાં આવતી હતી પરંતુ તેની ટ્રાયલ અધવચ્ચે જ રોકવી પડી હતી.


એક વોલન્ટિયર બીમાર પડ્યા પછી વિશ્વભરના 30,000 લોકો પર ઓક્સફોર્ડની રસી પરની ટ્રાયલ બંધ થઈ ગઈ. જોકે, ફરી તે શરૂ થઈ. આ પછી જ્હોનસન એન્ડ જહોનસનની રસીની ટ્રાયલ પણ બંધ થઈ ગઈ હતી. કંપ્નીનો દાવો છે કે, જો રસીના પરીક્ષણો સફળ થાય તો વેક્સીનનો માત્ર એક જ ડોઝ વાયરસ સામે રક્ષણ આપે છે. કંપ્નીનો પ્લાન 60 હજાર લોકો પર ટ્રાયલ કરવાનો છે. જો તે બીજીવાર શરુ થાય તો તે અત્યાર સુધીની સૌથી મોટી ટ્રાયલ હશે. તો એન્ટિબોડી બનાવી રહેલી દવાની કંપ્ની ઊહશ કશહહુના ટ્રાયલ પણ રોકી દેવામાં આવી હતી. જોકે, કંપ્નીએ એવું નથી જણાવ્યું કે, કયા કારણોસર ટ્રાયલ રોકવામાં આવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here