ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી: માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી

0
177
  • ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી,વલસાડ, ડાંગ, સુરત, નવસારી જિલ્લામાં ઝાપટા: વાતાવરણમાં જોરદાર પલટો


કણર્ટિક, ઓડિશા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કાળો કેર વતર્વ્યિા બાદ આજથી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ શરૂ થશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ વીજળીના ચમકારા અને મેઘગર્જના સાથે અમુક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. ત્રણ દિવસના રાઉન્ડમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં માવઠાની પ્રબળ સંભાવના ઉભી થઇ છે.


હવામાન ખાતાના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં ઉદભવેલી સિસ્ટમ મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા બાદ હવે તે અરબી સમુદ્રમાં ઇસ્ટ સેન્ટ્રલ ભાગમાં આવી પહોંચી છે. નોર્થ મહારાષ્ટ્ર અને સાઉથ ગુજરાતના દરિયામાં આ સિસ્ટમ કેન્દ્રિત થઈ છે અને આગામી 24 કલાકમા તે ડિપ્રેશનમાં પરિવર્તિત થશે. સાથોસાથ આ વિસ્તારમાં સાયક્લોનિક સરક્યુલેશન પણ જોવા મળી રહ્યું છે અને તેના કારણે આજથી ત્રણ દિવસ ગુજરાત સૌરાષ્ટ્રમાં માવઠાંની સંભાવના વધી ગઇ છે.


સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડા, ઉમરગામ, ધરમપુર,પારડી, ડાંગ જિલ્લાના સુબીર, આહવા, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, ભાવનગર જિલ્લાના પાલીતાણા, અમરેલી જિલ્લાના સાવરકુંડલા, બગસરા, જાફરાબાદ, સુરત જિલ્લાના માંગરોળ,નવસારી જિલ્લાના ખેરગામ અને વાંસદામાં વરસાદી ઝાપટાં શરૂ થયા છે. અને આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયું છે.


સાયક્લોનિક સરક્યુલેશન અને ડિપ્રેશનની બબ્બે સિસ્ટમના કારણે અરબી સમુદ્ર તોફાની બન્યો છે. સાથોસાથ પવનની ગતિ વધી ગઈ છે અને કલાકના 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલ પવનની ઝડપ 40 કિલોમીટર આસપાસ છે તે વધીને 45 થી 55 સુધી પહોંચવાની શક્યતા નકારાતી નથી.
ગુજરાતની સાથોસાથ મહારાષ્ટ્ર, ગોવા, કોકણમાં પણ ભારે વરસાદની આજે શક્યતા દશર્વિવામાં આવી રહી છે.

  • સોમવાર આસપાસ વધુ એક લો પ્રેસર બંગાળની ખાડીમાં સર્જાશે

બંગાળની ખાડીમાં છેલ્લા પંદર દિવસમાં બે લો પ્રેસર સર્જાયા છે અને તેની અસરના ભાગરૂપે ઓડિશા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કણર્ટિકા સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે.નૈઋત્યનું ચોમાસું પૂરું થયા બાદ પડેલા ભારે વરસાદની કળ હજુ લોકોને વળી નથી ત્યાં આગામી તારીખ 19 આસપાસ એટલે કે સોમવારની આજુબાજુમાં બંગાળની ખાડીમાં સેન્ટ્રલ દિશામાં વધુ એક લો પ્રેસર સર્જાશે તેવી આગાહી કરવામાં આવી છે.નવરાત્રિમાં વરસાદના રાસડા ચાલુ રહે તેવું જણાઈ રહ્યું છે.

  • કાશ્મીરમાં સિઝનનું પ્રથમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું

લો પ્રેશર સર્જાવાનું દરિયામાં બંધ થાય ત્યાર પછી તુરત જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા હોય છે અને તેની અસરના ભાગરૂપે હિમાચલ પ્રદેશ,કાશ્મીરમાં હિમવષર્િ થતી હોય છે. કાશ્મીરમાં પ્રથમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે પરંતુ સાથોસાથ બંગાળની ખાડીમાં લો પ્રેસર સર્જાયેલું હોવાથી ઠંડીના આગમન માટે આ બાબત વિઘ્નરૂપ સાબિત થાય તેવી શક્યતા છે. તારીખ 15 થી ઠંડી શરૂ થઈ જશે તેવી આગાહી હવામાન ખાતાએ આગાહી કરી હતી પરંતુ લો પ્રેસર બધી ગણતરી ઊંધી પાડી દે છે.હજુ આગામી તારીખ 19 આસપાસ નવું લો પ્રેસર સર્જાશે તેવી પણ આગાહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here