મોદી સરકાર 1.1 લાખ કરોડ પિયા ઉછીના લઈને રાજ્યોને જીએસટી વળતર પેટે આપશે

0
77

12 ઓક્ટોબરે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટી વળતર અંગે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે કોઈ સહમતિ બની ન હતી. અને હવે નાણા મંત્રાલયે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર રાજ્યોની જીએસટીમાં ખોટને પૂરી કરવા માટે 1.1 લાખ કરોડ રૂપિયાનું ઉધાર લેશે. પોતાના નિવેદનમાં નાણા મંત્રાલયે કહ્યું તે, કેન્દ્ર મુજબ રાજ્યોને જીએસટી કંપેનસેશન સેસ રિલીઝના બદલે ધીમે-ધીમે લોન તરીકે આ ફંડ આપવામા આવશે. જીએસટીમાં આવેલી ખોટને ભરપાઈ કરવા માટે કેન્દ્રએ ઓગસ્ટમાં રાજ્યોને બે પ્રસ્તાવ આપ્યા હતા.


કેન્દ્રના પ્રસ્તાવ હેઠળ રાજ્ય આરબીઆઈ દ્વાર ઉપલબ્ધ કરાવવામાં આવનાર વિશેષ સુવિધા મારફતે 97 હજાર કરોડ રૂપિયાનું ઉધાર લઈ શકે છે કે પછી બજારથી 2.35 લાખ કરોડ રૂપિયાની લોન લઈ શકે છે. કેન્દ્રનાં પહેલા પ્રસ્તાવથી 21 રાજ્યો સહમત છે, પણ અન્ય રાજ્યોએ આ પ્રસ્તાવને ફગાવી દીધા છે. હવે અમુક રાજ્યોની માગ બાદ પહેલા વિકલ્પ હેઠળ ઉધારને 97 હજાર કરોડથી વધારીને 1.1 લાખ કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. પહેલા વિકલ્પ હેઠળ રાજ્યો પોતાની નક્કી કરેલ ઉધારની રાશિમાંથી ઉપયોગ ન થઈ શકે તેટલાં ભાગને આવતાં નાણાકીય વર્ષમાં કેરી ફોરવર્ડ કરી શકશે.


રાજ્યોને લગભગ 2.35 લાખ કરોડ રૂપિયાનું જીએસટી વળતર બાકી છે, પણ કેન્દ્ર સરકારનું ગણિત છે કે, તેમાં લગભગ 97 કરોડ રૂપિયાનું નુકસાન જ જીએસટી લાગુ કરવાને કારણે છે, બાકી લગભગ 1.38 લાખ કરોડ રૂપિયાનું રેવન્યૂનું નુકસાન કોરોના મહામારી અને લોકડાઉનને કારણે થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here