દેશમાં દર દસ લાખે મૃત્યુનું પ્રમાણ ભારતમાં સૌથી નીચું

0
60
  • કેન્દ્ર સરકારે કરી ચોખવટ, કોરોનાની રિકવરી રેટમાં પણ ભારત સૌથી આગળ


ભારત સહિત દુનિયાભરમાં કોરોનાવાયરસ ની મહામારી વધુ આક્રમક બની છે અને છેલ્લા પંદર દિવસથી ભારતમાં તો કેસ માં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ દુનિયાના અન્ય દેશોમાં બીજો વેવ આવી ગયો છે અને સ્થિતિ ગંભીર બની ગઇ ત્યારે ભારતમાં મૃત્યુનું પ્રમાણ અન્ય દેશો કરતાં ઓછું રહ્યું છે.


કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા એક અહેવાલ જારી કરવામાં આવ્યો છે જેમાં એવી માહિતી આપી છે કે દેશમાં દર દસ લાખ વ્યક્તિએ કોરોના થી મૃત્યુ નું પ્રમાણ વિશ્વ ની સરખામણીએ દેશમાં સૌથી નીચું રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી દરરોજ મળતા કેસમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.


અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશના 22 જેટલા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દર દસ લાખ વ્યક્તિએ મૃત્યુનો દર 80 જેટલો રહ્યો છે જે દુનિયાના અન્ય દેશો ની તુલના માં સૌથી નીચો ગણાય છે. મહારાષ્ટ્ર તમિલનાડુ મા સૌથી વધુ મૃત્યુ થયા છે છતાં ડેથ ડેટ રાષ્ટ્રીય સ્તર પર દુનિયામાં સૌથી નીચો રહ્યો છે.


દેશના કેટલાક રાજ્યોની સ્થિતિ એટલી બધી સારી થઈ ગઈ છે કે ત્યાં પ્રતિ 10 લાખ વ્યક્તિએ મૃત્યુનો દર નેશનલ એવરેજ કરતા પણ ઓછો છે એટલે કે 80 ના આંકડાથી પણ ઓછો મળી આવ્યો છે. આવા રાજ્યોમાં કેસની સંખ્યા પણ ઘટી રહી છે.


સરકારના અહેવાલ મુજબ મિઝોરમ એક એવું રાજ્ય છે જ્યાં કોરોના થી એક પણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. દર દસ લાખ વ્યક્તિએ મુત્યુ નો સૌથી નીચો દર દમણ-દીવ અને દાદરાનગર હવેલીમાં રહ્યો છે. અહીં ફક્ત ત્રણ મૃત્યુ દર દસ લાખે નોંધાયા છે. જ્યારે બિહારમાં 8 નાગાલેન્ડમાં દશ અરુણાચલ પ્રદેશમાં 18 મૃત્યુ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here