જામનગર જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યું: હાલાર પંથક પાણી-પાણી

0
413

જામનગર શહેર સહીત સમગ્ર જીલ્લામાં સવારથી અવિરત મેઘમહેર યથાવત

સવારના ૬ થી ૧૨ વાગ્યા દરમ્યાન કાલાવાડમાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ

તા.૬.જામનગર: શહેર  સહીત જીલ્લામાં આજે પણ અવિરત વરસાદ વરસવાનું શરૂ રહ્યું છે. જીલ્લામાં ગઈકાલથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને જીલ્લ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારના ૬ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં કાલાવાડમાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે તો વળી સારા વરસાદને કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

જામનગર શહેર અને જીલ્લામાં સારા વરસાદને પગલે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. અગાઉ વાવણી કર્યા બાદ છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. આજે પણ વહેલી સવારથી જ જામનગર સહીત જીલ્લામાં અવિરત મેઘમહેર થઇ રહી છે. જેમાં સવારના ૬ વાગ્યા થી ૧૨ દરમ્યાન જીલ્લાના તાલુકા મથકોએ વધુ દોઢ થી સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો.

જામનગરમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું હતું અને પવન સાથે સતત વરસાદ વરસતો રહ્યો હતો. સવારના ૬ વાગ્યાથી ૧૨ વાગ્યા દરમ્યાન પોણા બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે કાલાવડમાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ જામજોધપુરમાં દોઢ, જામનગરમાં પોણા બે ઇંચ, જોડીયામાં સવા, ધ્રોલમાં બે અને લાલપુરમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે.

શનીવારથી આજે બપોરના બાર વાગ્યા સુધીમાં વરસેલા વરસાદની વાત કરવામાં આવે તો જામજોધપુરમાં સાડા સાત ઇંચ, કાલાવાડમાં નવ ઇંચ, ધ્રોલમાં સાડા સાત ઇંચ, લાલપુરમાં પોણા આંઠ ઇંચ, જોડીયામાં પોણા ચાર ઇંચ જયારે જામનગરમાં સવા ચાર ઇંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે.

જામનગર સહીત સમગ્ર જીલ્લામાં શનિવારથી અવિરત મેઘમહેર થતા લોકો અને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઇ ગઈ છે. જીલ્લામાં સતત વરસતા વરસાદને નદી-નાળામાં નવા નીરની આવક થઇ છે. ખેડૂતોએ અગાઉ વાવણી કર્યા બાદ સારા વરસાદથી જીલ્લામાં ચારેકોર હરિયાળી છવાઇ ગઈ  છે. કેટલાક ગામોમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે કેટલાક ગામોમાં કોઝવે ઉપર પાણી ફરી વળતા થોડા સમય માટે રસ્તાઓ પણ બંધ થઇ ગયા હોવાના અહેવાલ મળી આવે છે

(તસ્વીર: સાગર પટેલ-જામનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here