રાજકોટમાં ફલેટ કે સોસાયટીમાં માતાજીની પુજા અને આરતી માટેની મંજૂરીમાંથી મુક્તિ

0
142
  • જાહેર સ્થળો માટે મંજુરી ફરજિયાત: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે નવરાત્રીને લઇને બહાર પાડેલું જાહેરનામુ: નિયમોનો કડક અમલ કરવા શહેરીજનોને તાકીદ


નવરાત્રીના આયોજનને લઇને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પાડયું છે. જેમાં નવરાત્રી દરમિયાન ફલેટ કે સોસાયટીના રહીશોએ પોતાના પ્રિમાઇસીસમાં માતાજીની પૂજા, આરતી માટે કોઇપણ પ્રકારની પોલીસની મંજુરી મેળવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જયારે જાહેર સ્થળો કે માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં નવરાત્રીની પૂજા અને આરતી માટે પોલીસની મંજુરી લેવી જરી હોવાનું જાહેરનામામાં જણાવ્યું છે. તેમજ જાહેરનામામા સરકારના આદેશોનું અને નિયમોનું પાલન કરવા માટે તાકીદ કરી છે. કોઇપણ પ્રકારના ગરબા યોજવા ઉપર પ્રતિબંધ છે, માત્ર આરતીની મંજુરી અપાઇ છે.


દેશભરમાં કોરોના વાયરસ મહામારી ફેલાયેલ હોય જેથી ભારત સરકાર દ્વારા કોરોના વાયરસની મહામારી ભારતમાં ફેલાતી અટકે તે માટે વખતો વખત ઘણી અલગ-અલગ પ્રકારના લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યા હતાં તેમજ જીવન જરીયાત વસ્તુઓ માટે છૂટછાટ આપવામાં આવેલ જે નિયમો મુજબ છુટછાટ આપેલ હોય થેથી લોકો પોતાના જાહેર જીવનમાં બેદરકારી દાખવે નહીં અને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ યોગ્ય બંદોબસ્ત, પેટ્રોલિંગ જાળવવામાં આવેલ તેમજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવેલ તેમજ રાજકોટ શહેર જાહેર જનતાએ પણ તમામ લોકડાઉન દરમિયાન રાજકોટ શહેર પોલીસને ખુબજ સાથ સહકાર આપેલ છે. જેથી રાજકોટ શહેરની જનતાનો રાજકોટ શહેર પોલીસ તથા તંત્ર આભાર માને છે અને ભવિષ્યમાં પણ આ મહામારી સામે લડવામાં રાજકોટ શહેરની જનતા રાજકોટ શહેર પોલીસને તથા તંત્રને સહયોગ આપે તેવી અપીલ છે. નવરાત્રીના આયોજન માટે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડયું છે તેનો કડક અમલ કરાવવામાં આવશે તેમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here