શું તમે જાણો છો વરસાદના 12 પ્રકાર વિશે, ક્યારે કહેવાય છે ‘બારે મેઘ ખાંગા’

0
594

સમગ્ર ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ટેલિવિઝનથી લઈને સમાચાર પત્રોમાં વરસાદના જ સમચારો આવી રહ્યા છે. આજે અમે તમને જણાવીશું કે વરસાદના કેટલા પ્રકાર હોય છે અને તેને ગુજરાતી સાહિત્યમાં ક્યા 12 નામોથી ઓળખવામાં આવે છે.

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે ટેલિવિઝનથી લઈને સમાચાર પત્રોમાં વરસાદના જ સમચારો આવી રહ્યા છે. આજે અમે તમને જણાવીશું કે વરસાદના કેટલા પ્રકાર હોય છે અને તેને ગુજરાતી સાહિત્યમાં ક્યા 12 નામોથી ઓળખવામાં આવે છે. તમે ઘણી વખત વાંચ્યુ હશે ‘બારે મેઘ ખાંગા થવા’ આ શબ્દનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે ખુબ વરસાદ પડે અને બારે પ્રકારના મેઘ જોવા મળે, ત્યારે આ ઉક્તિ વાપરવામાં આવે છે. આ 12 પ્રકારના મેઘ નીચે મુજબ છે.

1- ફરફર
જેનાથી માત્ર હાથપગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.


2- છાંટા
ફરફરથી વધુ વરસાદ.


3- ફોરા
છાંટાથી વધુ- મોટા ટીપાં.


4- કરા
ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.


5- પછેડીવા
પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ.


6- નેવાધાર
છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.

7- મોલ મેહ
મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.

8- અનરાધાર
એક છાંટો, બીજા છાંટાને સ્‍પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.

9- મૂશળધાર
અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું ). આ વરસાદને સાંબેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે.

10- ઢેફાભાંગ
વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.

11- પાણ મેહ
ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.

Loading…

12- હેલી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here