જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગ વિરૂદ્ધ પોલીસે કાયદાનો ગાળિયો મજબૂત કર્યો છે અને જામનગર પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ જયેશ પટેલ અને તેના 14 સાગરીતો સામે ગુનો નોંધ્યો છે. આ અંગેની માહિતી એસપી જામનગર ડીઆઈજીએ આપી છે. જામનગરના મોટા બિલ્ડર નિલેશ ટોળિયા, ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરી, વસરામ આહીર, પ્રવિણ ચોવટિયા, પ્રફુલ પોપટ, મુકેશ અભંગી સહિત 8ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક સાગરિત હાલ જેલમાં જ છે.
અંગે ડીઆઈજીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે અમલમાં મુક્યા બાદ ગુજસીટોક કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધાયો છે. આ ગુનામાં 10 વર્ષથી લઈ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. એસપી દીપેન ભદ્રની ટીમે 8 આરોપીઓની ધરપકડ કરી છે. જો કે મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ હજુ પણ ફરાર છે. જેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.