વડોદરામાં માસ્કના ચેકિંગ વખતે કારનો પીછો કરીને અટકાવતા 2 યુવાનનો પોલીસ પર હુમલો, કહ્યું: ‘તારી નોકરી છોડાવી દઇશ, મારી કાર રોકવાની તારી ઓકાત નથી’

0
231
  • બંને યુવાનોએ પોલીસ સાથે ઝપાઝપી કરીને અપશબ્દો બોલીને કામગીરીમાં રૂકાવટ ઉભી કરી
  • નવાપુરા પોલીસે બંને યુવાનની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરના નહેરૂ ભવન ચાર રસ્તા પાસે માસ્ક ચેકિંગની કામગીરી દરમિયાન પોલીસ કર્મીઓ પર હુમલો કરી અપશબ્દો બોલીને સરકારી કામમાં રૂકાવટ ઊભી કરનાર 19 વર્ષના બે યુવાનોને નવાપુરા પોલીસે ઝડપી પાડ્યા છે. બંને શખ્સોએ પોલીસને ધમકી આપતા કહ્યું હતું કે, ‘તારી નોકરી છોડાવી દઇશ, મારી કાર રોકવાની તારી ઓકાત નથી’.

પોલીસકર્મીઓને અપશબ્દો બોલીને યુવાનોએ મુક્કા માર્યા

પોલીસકર્મીઓને અપશબ્દો બોલીને યુવાનોએ મુક્કા માર્યા

પોલીસે રોકવાનું કહેવા છતાં કાર પૂરપાટ ઝડપે હંકારીને ભાગ્યા
વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનાર્મ લોકરક્ષક દળના રોનકકુમારે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ અન્ય સહકર્મચારીઓ સાથે નહેરૂ ભવન ચાર રસ્તા પાસે કોરોના મહામારીના પગલે લોકો માસ્ક પહેરે છે કે, કેમ તે અંગે દંડનીય કામગીરી અર્થે ઉભા હતા. આ દરમિયાન કિર્તીસ્તંભ તરફથી પૂરપાટ ઝડપે ધસી આવેલી સ્વિફ્ટ કારને પોલીસ કર્મીઓએ રોકવાનો પ્રયાસ કર્યો હતો, જોકે ચાલકે કાર પૂરપાટ ઝડપે હંકારતા પોલીસે તેને પીછો કરીને કુંજ પ્લાઝા એપાર્ટમેન્ટ પાસે કારને અટકાવી હતી.

પોલીસકર્મીઓ સામે યુવાનોએ ખરાબ વર્તન કરીને કામગીરીમાં રૂકાવટ ઉભી કરી

પોલીસકર્મીઓ સામે યુવાનોએ ખરાબ વર્તન કરીને કામગીરીમાં રૂકાવટ ઉભી કરી

ઉશ્કેરાયેલા બન્ને યુવાનોએ પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી
કારમાં બેસેલા બે વ્યક્તિઓ હેનીલ પટેલ(રહે, ગંગોત્રી એપાર્ટમેન્ટ, આરવી દેસાઇ રોડ, વડોદરા) અને માનવ ટેલર(રહે, ઉપલા ફળીયા, પથ્થર ગેટ, વડોદરા) પૈકી એક વ્યક્તિએ મોઢા પર માસ્ક પહેર્યું ન હોવાથી પોલીસે 1 હજાર રૂપિયાના દંડની ભરપાઇ કરવા જણાવ્યું હતું, જેથી ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરી હતી અને પોલીસ કર્મીની ફેટ પકડીને માથા અને શરીરના ભાગે મુક્કા મારવા લાગ્યા હતા અને પોલીસને કહ્યું હતું કે, ‘તારી નોકરી છોડાવી દઇશ, મારી કાર રોકવાની તારી ઓકાત નથી’.

આ કારમાં એક યુવાને માસ્ક ન પહેર્યું હોવાથી કાર ભગાવી દીધી હતી

આ કારમાં એક યુવાને માસ્ક ન પહેર્યું હોવાથી કાર ભગાવી દીધી હતી

પોલીસે બંને યુવાન સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી
નવાપુરા પોલીસે બંને યુવાન વિરૂદ્ધ બેદરકારીથી વાહન ચલાવવું, સરકારી કર્મીના કામમાં રૂકાવટ કરવી, પોલીસ કર્મચારી પર હુમલો કરવો, કોવિડ ગાઈડલાઇનનું ઉલ્લંઘન અને જાહેરનામાનો ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને બંને યુવાનની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે બંને યુવાન સામે કાર્યવાહી શરૂ કરી

પોલીસે બંને યુવાન સામે કાર્યવાહી શરૂ કરી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here