પ્રખર રામાયણી મોરારીબાપુ આવતીકાલે ગરવા ગિરનાર ખાતે આવેલી કમલ કુંડની જગ્યા ખાતેથી રામકથાનો પ્રારંભ કરી રહ્યા છે. ત્યારે તે અંગેની તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ આજે તારીખ ૧૬-૧૦-૨૦ના રોજ પૂજનીય મોરારીબાપુ ડોળીમાં બેસીને ગિરનાર ઉપર ગયા હતા. જેન્તીભાઈ દાદુભાઇ કનારા અને તેમના સેવકો પણ જાેડાયા છે. આ માટે ગિરનાર એસોસિએશન પ્રમુખ રમેશભાઈ બાવળીયા અને સભ્યો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. નવરાત્રીનાં પાવનકારી પર્વ પ્રસંગે પૂજય મોરારીબાપુ દ્વારા આયોજીત રામકથા યોજાઈ રહી છે ત્યારે પૂજયબાપુનાં સેવકોમાં અનન્ય ઉત્સાહ જાેવા મળી રહ્યો છે.

અહેવાલ- હુસેન શાહ, જુનાગઢ