ગુજરાત સંસ્કૃત શિક્ષણ બોર્ડમાં ચેરમેન-વાઇસ ચેરમેન સહિત પાંચ સભ્યોની નિયુક્તિ, સુરેન્દ્રનગરના જયશંકર રાવલ બન્યા ચેરમેન

0
80
Appointed rubber stamp. Grunge design with dust scratches. Effects can be easily removed for a clean, crisp look. Color is easily changed.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં સંસ્કૃત શિક્ષણના વ્યાપક પ્રસાર માટે કાર્યરત ગુજરાત સંસ્કૃત શિક્ષણ બોર્ડમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને ત્રણ સભ્યોની બિનસરકારી સભ્યો તરીકે નિમણૂંક કરી છે. મુખ્યમંત્રી એ આ બોર્ડના ચેરમેન તરીકે સંસ્કૃત વિદ્વાન અને નિવૃત્ત આચાર્ય સુરેન્દ્રનગરના જયશંકર રાવલની તેમજ વાઇસ ચેરમેન તરીકે પેટલાદની રાજકીયા સંસ્કૃત પાઠશાળાના આચાર્ય તેમજ સંસ્કૃત વિદ્વાન નંદકિશોર મહેતાની નિમણૂંક કરી છે. 

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ ગુજરાત સંસ્કૃત શિક્ષણ બોર્ડના અન્ય ૩ બિનસરકારી સભ્યોમાં   સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ડૉ. દિપેશ કટિરા, નડિયાદના બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના ડૉ. અમૃતલાલ ભોગાયતા અને કિલ્લા પારડી વલસાડના રાજેશભાઇ રાણાની નિમણૂંક કરી છે. ગુજરાત સંસ્કૃત શિક્ષણ બોર્ડના આ તમામ બિનસરકારી સભ્યોની નિમણૂંક ૩ વર્ષ માટે કરવામાં આવી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here