રાજકોટમાં ગેરકાયદે વ્યાજે પૈસા આપી પૈસા પચાવી પાડવાના ગુનામાં ભૂપત ભરવાડ સામે વધુ એક ગુનો નોંધાયો, છેલ્લા 7 દિવસમાં 3 ગુના નોંધાયા

0
305
  • વર્ષો જૂના ગુનાઓ અંગે ફરિયાદો થતાં પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા

પોલીસ મિત્ર ગણાતા ભૂપત ભરવાડ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ થયો છે. વર્ષ 2012માં ફરિયાદીને ગેરકાયદે વ્યાજૈ પેસા આપી બળજબરીથી રૂપિયા પડાવી અને જમીન પર કબ્જો કરવા સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. જો કે રાજકોટ પોલીસે ભૂપત ભરવાડ સહિત 4 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આમ છેલ્લા 7 દિવસમાં ભૂપત ભરવાડ સામે 3 ગુના નોંધાયા છે. આમ વર્ષો જૂના ગુનાઓ અંગે ફરિયાદો નોંધાતા પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે.

જમીન કૌભાંડની વધુ એક ફરિયાદ નોંધાઈ
રાજકોટમાં પોલીસ અને રાજકીય આગેવાનોને વશમાં કર્યા પછી સમાકાંઠા સહિતના વિસ્તારોમાં કરોડોની જમીન પડાવી લેનાર નામચીન ભૂપત ભરવાડ ઉર્ફે ભૂપત વિરમભાઈ બાબુતર સામે ક્રાઈમ બ્રાન્ચમાં જમીન કૌભાંડની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. હોટલ સંચાલક ધવલ મીરાણીને ધમકી આપીને ભૂપત અને રાકેશ પોપટે 70 લાખ રૂપિયા પડાવ્યા હતા. હોટેલ સંચાલકે ફરિયાદ કરવાની હિંમત કરી, એટલું જ નહીં પોલીસે ભૂપતને રાતોરાત ઝડપી લઈ આગવી ઢબે સરભરા કરતા લોકોનો પોલીસ ઉપર વિશ્વાસ વધી ગયો છે.

ભૂપત ભરવાડ અને રાકેશ પોપટથી ડર્યા વગર ફરિયાદ કરવા પોલીસે અપીલ કરી
ક્રાઇમ બ્રાન્ચના ACP ડી.વી. બસિયા, PI વી.કે.ગઢવીએ ભૂપત ભરવાડ અને રાકેશ પોપટથી ડર્યા વગર ફરિયાદ માટે આગળ આવવા અપીલ કરી હતી. જેથી આજે ભૂપત ભરવાડ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. બેડી ગામના રમેશભાઈ અજાણીએ તેની બેડી ગામની જમીનના ચાંદીના ધંધાર્થી રાજુ ગોસ્વામી તેના ભાઈ હિતેશ ગોસ્વામી, ભૂપત ભરવાડ, રાકેશ પોપટ અને મુકેશ ઝાપડા બળજબરીથી દસ્તાવેજ કરવી લીધાનો આરોપ મુક્યો છે. નોંધનીય છે કે ભૂપત હાલ જેલમાં અને રાકેશ ફરાર છે. રાજુ ગોસ્વામી પણ 1400 કિલો ગોલ્ડની દાણચોરીમાં જેલવાસ ભોગવીને છૂટ્યો છે. અત્યાર સુધી તેની વગ અને પૈસાને કારણે પોલીસ તેને છાવરતી હતી, પરંતુ કહેવાય છે કે, મધ્યપ્રદેશ પોલીસના મોસ્ટ વોન્ટેડ જીતુ સોનીને તેણે પોતાના ફાર્મહાઉસમાં આશરો આપ્યા બાદ તેને ભગાડી મુક્યાનું પ્રકરણ બહાર આવતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here