જુનાગઢ : આજે માર્કેટીંગ યાર્ડ ની ચુટણી યોજાશે, આવતીકાલે મતગણતરી.

0
95

સોરઠ પંથકની અત્યંત મહત્વની અને સહકારી ક્ષેત્રની ખાસ કરીને ખેડુતો માટેની આર્શિવાદરૂપ એવી સંસ્થા એવી માર્કેટીંગ યાર્ડનાં વિવિધ વિભાગોની આજે ચૂંટણી યોજવામાં આવી રહી છે. મુખ્ય ચૂંટણી અધિકારી ખરાડીની અધ્યક્ષતામાં આ ચૂંટણી કાર્ય નિર્ધારીત સમયે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરવામાં આવેલ છે. આજે ચૂંટણી સંપન્ન થયા બાદ આવતીકાલે મતગણતરી થવાની છે. ત્યારે સંબંધીતો મીટ મંડાયેલી છે. જૂનાગઢ માર્કેટયાર્ડના વેપારી વિભાગની ચાર બેઠક અગાઉ બિનહરીફ થયા બાદ હવે આજે તા.૧૬ ઓકટો.ના ખેડુત  વિભાગની ૧૦ અને ખ.વે.સંઘની બે મળી કુલ ૧ર બેઠક ઉપર રર ઉમેદવારો  વચ્ચે ચૂંટણી યોજાઈ રહી છે. જૂનાગઢ માર્કેટ યાર્ડની ૧૬ બેઠક પૈકી વેપારી વિભાગની ૪ બેઠક બીનહરીફ થઈ છે. હવે બજાર સમિતીની ૧૦ અને ખરીદ વેંચાણ સંઘની બે મળી ૧ર બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહી છે. આજે સવારે ૯ થી પ દરમ્યાન મતદાન બાદ આવતીકાલ તા.૧૭નાં મત ગણતરી યોજાશે. હાલ યાર્ડની ચૂંટણીને લઈ ભાજપ – કોંગ્રેસ પ્રેરિત પેનલો દ્વારા જીતના દાવાઓ થઈ રહયા છે અને સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

અહેવાલ- હુસેન શાહ, જુનાગઢ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here