ગોંડલ :પ્રથમ નોરતે દેવસ્થાને પૂજા કરવા જતા હતા અને નડ્યો અકસ્માત, 2 લોકોના ઘટનાસ્થળે જ મોત

0
286

રાજકોટ જૂનાગઢ હાઇવે પર વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આજરોજ વહેલી સવારે ગોંડલના ગુંદાળા ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જાતાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે.

અકસ્માતની ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો ત્યારબાદ જરૂરી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ બંને મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. તો સાથે જ મૃતકોની ઓળખ કરવાની તજવીજ પણ હાલ હાથ ધરવામાં આવી છે. આજરોજ આસો નવરાત્રિનું પ્રથમ નોરતું છે ત્યારે જે કારનું એક્સિડન્ટ થયું છે તે કારમાંથી ફુલ હાર સહિતની પૂજાની સામગ્રી મળી આવી હતી જે પરથી સ્પષ્ટ થતું હતું કે મૃતકો કોઈ દેવસ્થાને પૂજન વિધિ કરવા માટે જતા હતા.

આ અંગે જાણવા મળ્યાનુસાર કારમાં પિતા અને પુત્ર સવાર હતા. તેમની કારને અજાણ્યા વાહને ઠોકરી લીધી હતી જેમાં તેમનું મોત નીપજ્યું હતું. મૃતકો ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામના બ્રાહ્મણ હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ 28 વર્ષીય કશ્યપ રાજભાઈ  ઠાકર અને 55 વર્ષીય રાજભાઈ કાંતિભાઈ ઠાકર તરીકે થઈ છે. પ્રથમ નોરતે જ પિતા-પુત્રના મોત નીપજતાં ભારે અરેરાટી વ્યાપી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here