રાજકોટમાં કોરોનાથી 14ના મોત, પોઝિટિવ કેસની સંખ્યા 7681 પર પહોંચી, 805 સારવાર હેઠળ

0
103
  • શુક્રવારે રાજકોટમાં 92 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો

રાજકોટમાં 24 કલાકમાં 14 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 7681 પર પહોંચી છે. જેમાંથી રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 805 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે શુક્રવારે શહેરમાં 92 દર્દીઓ કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

અત્યાર સુધીમાં કુલ 152 મોત થયા
શુક્રવાર સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 5 મોત નોંધાયા છે. ગુરૂવારે નોંધાયેલા મોત પૈકી એક મોત કોવિડથી થયાની પુષ્ટિ થતા કુલ 152 મોત કોરોનાથી થયાનું નોંધાયુ છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલમાંથી આવતી ફરિયાદો બંધ થઈ છે. તેમજ બેડની સંખ્યા જાણવા ઘણા ઓછા ફોન આવી રહ્યા છે. હાલ રાજકોટ જિલ્લામાં 1797 બેડ ખાલી છે. અભયભાઇ ભારદ્વાજના નાના ભાઇ નીતિનભાઇએ જણાવ્યું હતું કે હાલ અભયભાઇની તબિયત સારી છે. 12-15 દિવસમાં તેમને રજા અપાય તેવી સંભાવના છે.

કુલ આંક 100ની નીચે લાવવા માટે તંત્રે કમર કસી
છેલ્લા કેટલાક દિવસોથી 100ની નીચે આંક આવી રહ્યો છે. તેવી જ રીતે જિલ્લામાં પણ 50ની નીચે આંક આવી રહ્યો છે. હવે આ કુલ આંક 100ની નીચે લાવવા માટે તંત્રે કમર કસી છે અને તે માટે શક્ય તેટલા લોકોનું સ્ક્રીનિંગ કરીને ચેપ ફેલાતો અટકાવવા પ્રયાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત લોકો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કમાં જરા પણ બેદરકારી રાખે તો ફરીથી કેસની સંખ્યા ન વધે તેની સતત બીક તંત્રને થઈ રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here