મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિશાસનની માગ ફગાવાઈ, સુપ્રીમ કોર્ટે કહ્યું એક અભિનેતાના મોતથી કાયદો-વ્યવસ્થા નિષ્ફળ નથી થતા

0
141

અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતને પગલે મહારાષ્ટ્ર સરકાર વિખેરીને ત્યાં રાષ્ટ્રપતિશાસન લાદવાની દાદ માગતી એક અરજી સુપ્રીમકોર્ટે શુક્રવારે ફગાવી દીધી.

સીજેઆઈ એસ. એ. બોબડેના વડપણ હેઠળની બેન્ચે અરજદારનો ઉધડો લેતાં કહ્યું કે એક અભિનેતાના મોતનો અર્થ એવો નથી કે કાયદો-વ્યવસ્થા નિષ્ફળ ગયા. મુંબઈનો મતલબ આખું મહારાષ્ટ્ર નથી. તમને ખબર છે ખરી કે મહારાષ્ટ્ર કેટલું મોટું છે? એક નાગરિક તરીકે તમને રાષ્ટ્રપતિ સમક્ષ તમારી માગણી રજૂ કરવાનો અધિકાર છે પણ તમારી અરજી કોર્ટ સમક્ષ સુનાવણી યોગ્ય નથી.

અરજદાર વિક્રમ ગેહલોતનું કહેવું હતું કે સુશાંતના મોતના કેસમાં કાયદો-વ્યવસ્થા નિષ્ફળ ગયાનું ઉદાહરણ સામે આવ્યું. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સરકારી તંત્રનો દુરુપયોગ કરીને તેમની સામે અવાજ ઉઠાવનારી અભિનેત્રીનો બંગલો તોડાવ્યો. તેથી મહારાષ્ટ્રમાં હાલની સરકારને બરતરફ કરીને રાષ્ટ્રપતિશાસન લાદવામાં આવે, સૈન્ય તહેનાત કરીને કાયદો-વ્યવસ્થા બહાલ કરાય. મહારાષ્ટ્રમાં તાજેતરમાં રાજ્યપાલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, જેમાં રાજ્યમાં ધાર્મિક સ્થળો ખોલવાની વાત કરાઈ. તેના પગલે રાજ્ય સરકારે કેન્દ્રને રાજ્યપાલને પરત બોલાવવા કહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here