ભારતમાં કોરોનાના દર્દીની સારવારની પધ્ધતિ બદલાશે

0
96
  • ડબલ્યુએચઓના રિસર્ચે કોરોનાની 4 દવાઓ પર પ્રશ્ર્નાર્થ કયર્,િ હવે ભારતમાં બદલાશે સારવારની રીત


ભારત પોતાના કોવિડ -19 ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલની સમીક્ષા કરવા જઈ રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન  ના તાજેતરના સંશોધનથી બહાર આવ્યું છે કે ચાર દવાઓ ઓછી અસરકારક છે.  ડબલ્યુએચઓએ શોધી કાઢયું કે રેમડિસિવીર , હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન, લોપીનાવીર અને ઇન્ટરફેરોન કોવિડ-19 દર્દીઓ પર કોઇ ખાસ અસર કરી નથી. જો કે રેમડેસિવીરનું ભારત સહિત દુનિયાભરમાં ટ્રાયલ્સ ચાલુ રહેશે. -આઈસીએમઆર નેશનલ એડ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર સમીરન પાંડાના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી તરફથી સૂચના મળતી નથી ત્યાં સુધી ટ્રાયલ ચાલુ રહેશે.


ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ના ડાયરેક્ટર ડો.બલરામ ભાર્ગવા એ જણાવ્યું હતું કે નેશનલ ટાસ્ક ફોર્સ અને જોઈન્ટ મોનિટરિંગ ગ્રુપ સાથેની વાતચીત બાદ આ સમીક્ષા કરવામાં આવશે. અન્ય એક અધિકારીએ કહ્યું, અમે અમારા ક્લિનિકલ પ્રોટોકોલની સમીક્ષા કરીશું અને તેમાં જરૂરી ફેરફાર કરીશું. રેમડિસિવરીનો વધુ ઉપયોગ કરવો કે નહીં તે અંગે અમારે વધુ સંશોધનની જરૂર પડશે. અમે સોલિડેરિટી ટ્રાયલના પુરાવાની સમીક્ષા કરી રહ્યા છીએ.


ટ્રાયલની સ્ટીયરિંગ કમિટીમાં સામેલ કે.શ્રીનાથ રેડ્ડીના જણાવ્યા અનુસાર, વચગાળાના પરિણામો દશર્વિે છે કે (દવા) ની કોઈ અસર નથી, પરંતુ ટ્રાયલ ચાલુ રહેશે જેથી કરીને રેમડેસિવીરથી કોઈ પેટા-જૂથને ફાયદો થાય છે કે કેમ તે જાણી શકાય. ના સ્ટડીમાં હજારો લોકો પર આ દવાઓની અસરની તપાસ કરવામાં આવી હતી.  એ છ મહિના સુધીમાં આ આખા અભ્યાસને અંજામ આપ્યો. સામે આવ્યું હતું કે કોવિડ-19 દર્દીઓ પર રિમડેસિવીર, હાઇડ્રોક્સિક્લોરોક્વિન, લોપીનાવીર અને ઇંટરફેરોનની ખૂબ જ નહીવત અસર થઇ અથવા તો બિલકુલ કારગર સાબિત થઇ નથી.


અમેરિકાએ મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી રેમડિસિવીર દવાને ખાસ પરિસ્થિતિઓમાં કોવિડ-19ની સારવારના ઉપયોગ માટે અપ્રૂપ કરી રાખી છે. સાથો સાથ બ્રિટન અને યુરોપિયન યુનિયનએ આ દવાને કોરોના વાયરસ ચેપ્ની સારવાર માટે મંજૂરી આપી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર માર્ટિન લેંડ્રેએ જણાવ્યું હતું કે હાઇડ્રોક્સાઇક્લોરોક્વિન અને લોપીનાવીરને લઇ ના અભ્યાસના પરિણામો લગભગ એ દિશામાં છે, જેમકે બ્રિટનમાં તેના રિસર્ચમાં સામે આવ્યું હતું. તેમણે એક નિવેદનમાં કહ્યું કે ના અભ્યાસથી સૌથી અગત્યનું નિષ્કર્ષ એ નીકળીને સામે આવ્યું કે કોવિડ-19ની સારવારમાં રેમડેસિવીરની કોઇ ખાસ અસર થતી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here