વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે નવરાત્રિ પર્વની લોકોને શુભેચ્છા પાઠવી હતી. નવ દિવસના મહોત્સવની આજથી શરૂઆત થઈ છે અને 26 ઓક્ટોબરના રોજ વિજયા દશમી અને દુગર્િ વિસર્જન સાથે સમાપ્ત થશે.
નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દેશવાસીઓને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરતા લખ્યું, ’નવરાત્રિના શુભ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જગત જનની મા જગદંબા આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર કરે. જય માતા દી!
વડાપ્રધાને ટ્વીટ કરી કે ૐ દેવી શૈલપૂત્ર્યૈ નમ: નવરાત્રીના પહેલાં દિવસે મા શૈલપુત્રીને પ્રણામ. તેમના આશીવર્દિથી, આપણો ગ્રહ સુરક્ષિત, સ્વસ્થ અને સમૃદ્ધ હોઇ શકે છે. તેમના આશીવર્દિથી આપણે ગરીબોના જીવનમાં એક સકરાત્મક બદલાવ લાવવાની શક્તિ મળે છે.
ગૃહમંત્રી અમિત શાહ એ પણ લોકોને આ અવસર પર શુભકામનાઓ આપી છે. તેમણે ટ્વીટ કરી કહ્યું છે કે, નવરાત્રિ તપ, સાધના અને શક્તિ ઉપાસનાનું પ્રતીક છે. નવરાત્રિના મહાપર્વની સમસ્ત દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ. માતા ભગવતી બધા પર પોતાની કૃપા અને આશીવર્દિ બનાવી રાખે. જય માતાજી!