આજથી તેજસ એક્સપ્રેસ શરૂ, પચ્છિમ રેલવે દશેરા અને દિવાળી માટે 5 વિશેષ ટ્રેન દોડાવશે

0
87
  • ટ્રેનમાં મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવશે


કોરોનાની મહામારીના કારણે ટ્રેન સેવા બંધ કરવામાં આવી હતી. પરંતુ જેમ જેમ છૂટછાટ મળી રહી છે તેમ તેમ ટ્રેન દોડાવવામાં આવી રહી છે. ત્યારે 7 મહિના બાદ ફરી તેજસ એક્સપ્રેસ આજથી શરૂ કરવામાં આવી છે. તેજસ એક્સપ્રેસ મુંબઈ સેટ્રલ રેલવે સ્ટેશનથી બપોરના 3 કલાક 35 મિનિટ નીકળશે અને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર રાતે 9.55 મિનિટે પહોંચશે. તેજસ ટ્રેનમાં મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવશે. તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે.


તેજસ ટ્રેનમાં કોરોના પ્રોટેક્શન કીટ મુસાફરોને અપવમાં આવશે.જેમાં માસ્ક, મોજા, સેનીટાઈઝર સહિત અન્ય જરૂરી વસ્તુઓ આપવામાં આવશે. તેમજ મુસાફરોએ ફરજીયાત આરોગ્ય સેતુ એપ પોતાના મોબાઈલમાં રાખવી પડશે. તેજસ ટ્રેનમાં દરેક કોચ સેનિટાઈઝ કરવામાં આવશે. તેમજ ટ્રેનમાં અપાતી ખાવા પીવાની વસ્તુઓમાં  સોઙ્ક નિયમનું પાલન કરાશે.


તેજસ ટ્રેન શરૂ થાય તે પહેલાં આઈઆરસિટીસી દ્વારા તમામ કર્મચારીઓને  ના નિયમનું પાલન કરવા અને કરાવવા માટે ટ્રેનિંગ આપવામાં આવી છે. તેજસ ટ્રેનમાં મુસાફરો બેસે તે પહેલાં થર્મલ સ્કેનિગ કરવામાં આવશે. તમામ મુસાફરોએ માસ્ક ફરજીયાત પહેરવું પડશે અને કોચમાં પણ મુસાફરો પર નજર રાખવામાં આવશે.


પશ્ચિમ રેલવે દ્વારા રેગ્યુલર ટ્રેન સેવા હજુ શરૂ કરી નથી.પરંતુ પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.જોકે, દિવાળીના તહેવારમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય છે. જે માટે 5 વિશેષ ટ્રેન દોડાવવમાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here