જામનગર જીલ્લો દુષ્કર્મની ઘટનાઓને લઈને છેલ્લા કેટલાક સમયથી બદનામ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.
એક બાદ એક દુષ્કર્મની ફરિયાદો અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાઈ રહી છે.
ગઈકાલે ધ્રોલ માં એક પરિણીતાએ તેના પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોધાવતા પોલીસે દુષ્કર્મનો ભોગ બનનાર પરણીતાના મેડીકલ તપાસણી કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
જયારે આરોપીઓ પોલીસના હાથવેતમાં હોવાનું જાણવા મળે છેવાત એવી છે કે દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતા અને તેનો પતિ ધ્રોલથી હરીપર ગામ નજીક મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે નીકળેલા હતા, દરમિયાન પરિણીતા ના પતિએ રસ્તામાં માવો ખાવા માટે ગાડી રોકાવતા ત્યાં બે શખ્સો કાદર ઉફે ઓઢીયો ડફેર અને અજરુદીન ઉફે અજુડો ત્યાં આવેલ અને તેણીના પતિને કહેલ કે તમે અહી શું કરો છો, જે બાદ આવેલ શપ્સોએ પરિણીતાના પતિનો મોબાઈલ લઇ અને ઢીકાપાટુંનો માર મારેલ હતો, અને ત્યાંથી થોડે દુર ઝાળી ઝાખરામાં લઇ જઈને બન્ને શખ્સોએ વારાફરથી દુષ્કર્મ આચર્યું હતું જે બાદ પરિવારજનોને આ બાબત વ્યથા વર્ણવી પરિણીતાએ તેના પર આ બન્ને શખ્સો જે પણ ધ્રોલ ના રહીશ છે તેના વિરુદ્ધ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે
અહેવાલ- સાગર સંઘાણી, જામનગર