રાજકોટ માટે નવું એરપોર્ટ પોલીસ સ્ટેશન મંજૂર

0
137

રાજકોટની ભાગોળે બની રહેલા હિરાસર એરપોર્ટ પાસેના પાંચ ગામ કે જે સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં આવતા હતા તેનો રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અષાડી બીજે જાહેરનામું પ્રસિદ્ધ કરી પાંચ ગામ અને એરપોર્ટનો વિસ્તાર કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની હદમાં સમાવેશ કર્યો હતો.કુવાડવા રોડ પોલીસ મથકમાં મોટો ગ્રામ્ય વિસ્તાર આવતો હોય જેથી ઇન્ટરનેશનલ એરપોર્ટ બનતા કુવાડવા રોડ પોલીસ મથકની હદનું વિભાજન કરી અને નવું એરપોર્ટ પોલીસ સ્ટેશન બનાવવા માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે કરેલી દરખાસ્ત સરકારે માન્ય રાખી રાજકોટ શહેરમાં નવું એરપોર્ટ પોલીસ સ્ટેશન બનાવવા મંજૂરી આપી છે. ત્યારે હવે આગામી દિવસોમાં શહેરમાં 15મું નવું એરપોર્ટ પોલીસ સ્ટેશન ટુક સમયમાં કાર્યરત થશે જેના માટે નું મહેકમ પણ મંજૂર કરી દેવામાં આવ્યું છે. એક પીઆઈ બે પીએસઆઇ સહિત 75 સ્ટાફનું મહેકમ મંજુર કરવામાં આવ્યું છે.

હિરાસરમાં નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નિમર્ણિ પામી રહ્યું છે. એરપોર્ટનો વિસ્તાર અને તેની આસપાસમાં આવતા બામણબોર, નવાગામ, ગુંદાળા, ગારિડા અને જીવાપરનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થતો હતો. પરંતુ અષાઢી બીજના દિવસે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે એક જાહેરનામુું બહાર પાડી બામણબોર, નવાગામ, ગુંદાળા, ગારિડા અને જીવાપરનો તેમજ એરપોર્ટ વિસ્તારનો રાજકોટ શહેર પોલીસ કમિશનરેટમાં સમાવેશ કર્યો હતો. આ તમામ ગામો અને એરપોર્ટ વિસ્તાર રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની હદમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. હાલમાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં અમદાવાદ હાઇવે, મોરબી રોડ તથા વાંકાનેર રોડના કુલ 56 ગામો આવેલ છે જે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનને વિભાજન કરી નવું એરપોર્ટ પોલીસ સ્ટેશન બનાવવા સરકાર દ્વારા મંજુરી મળેલ હોય જેથી કુવાડવા રોડ પોલીસ મથકના વિસ્તારમાં આવતા બેટી, બેટી રામપર, હીરાસર, મેસવડા, પારેવાળા, બેડલા, સાતડા, વાવડ, જીયાણા, સૂયર્િ રામપરા, ખેરવા, હીરાસર, બારવણ, કુચીયાદડ, જીવાપર, ગુંદાળા, બામણબોર, નવાગામ, ગારીડા ગામનો સમાવેશ થનાર છે.


જે બાબતે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા સરકાર દ્વારા મંજુર થયેલ એરપોર્ટ પોલીસ સ્ટેશન માટે હીરાસર ગામ ખાતે પોલીસ સ્ટેશનનું આધુનિક બીલ્ડીંગ તેમજ રહેણાંક મકાન માટેની જગ્યા મંજુર કરવામાં આવેલ છે. જેથી ત્યા આધુનિક નવા એરપોર્ટ પોલીસ સ્ટેશન નું નિમર્ણિ થાય તે માટે આગળની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.


નવા કાર્યરત થનાર આ એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે જેમાં 1 પીઆઇ,2 પીએસઆઇ,5 એ.એસ.આઇ,23 હેડ કોન્સ્ટેબલ,40 પોલીસ કોન્સ્ટેબલ, 2 હથિયારી એ.એસ.આઇ,2 હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મળી કુલ 75 અધિકારી/કર્મચારીના મહેકમ સાથેની મંજુરી આપવામાં આવી છે. આમ હવે રાજકોટ શહેરમાં 15મું એરપોર્ટ પોલીસ સ્ટેશન કાર્યરત થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here