અભિનેત્રી કંગના રનૌતની વધી સમસ્યા, કોર્ટે ફરિયાદ નોંધવા કર્યો આદેશ

0
95

મુંબઈની બાંદ્રા કોર્ટે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત સામે એફઆઈઆર દાખલ કરવા નિર્દેશ આપ્યો છે. બાંદ્રા કોર્ટે આ આદેશ બે લોકો દ્વારા દાખલ કરેલી અરજી પર આપ્યો છે, જેમાં તેઓ આરોપ લગાવ્યો છે કે અભિનેત્રીએ હિન્દુ-મુસ્લિમ સમુદાયો વચ્ચે ઝઘડો ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે.

કંગના રનૌત બોલિવૂડમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી માંડીને ટીવી સુધીની દરેક જગ્યાએ ચાલતી કથિત દુષ્ટતા સામે બોલી હતી. તેણે બોલિવૂડમાં ડ્રગના અને નેપોટીઝમ સામે પણ અવાજ ઉઠાવ્યો હતો. જેના વિરોધમાં બે મુસ્લિમ શખ્સોએ બાંદ્રા કોર્ટમાં એક અરજી કરી હતી જેમાં જણાવ્યું હતું કે કંગના રનૌતે તેમના ટ્વીટ દ્વારા બંને સમુદાયો વચ્ચે નફરતને પ્રોત્સાહન આપી રહી છે, જેણે ધાર્મિક ભાવનાઓને જ નહીં, ફિલ્મ ઉદ્યોગને પણ નુકસાન પહોંચાડ્યું છે. તેમણે પોતાની અરજીમાં કંગના પર કોમવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે.

અરજદારોના જણાવ્યા અનુસાર, બાંદ્રા પોલીસ મથકે કંગના સામે ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ તેઓએ આ કેસમાં તપાસ માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જેમાં કોર્ટે કંગના રનૌત સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here