હવે ખાનગી ક્ષેત્રના કર્મીઓ માટે ટેક્સ છૂટ આવશે

0
86

કેન્દ્ર સરકાર દ્વારા પોતાના કર્મચારીઓ માટે એલટી સી કેસ વાઉચર ની સ્કીમ બહાર પાડવામાં આવી છે અને સરકારી કર્મીઓ છૂટથી ખરીદી કરી શકશે. સરકાર હવે આ પ્રકારનો લાભ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ આપવા માગે છે. આ માટેની રૂપરેખા ઘડવામાં આવી રહી છે તેમ સરકારના અંતરંગ વર્તુળોએ જાહેર કર્યું છે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ પણ જો એલ ટીએ ની રકમ થી ક્ધઝ્યુમર ગુડ્સ ખરીદવા નો વિકલ્પ પસંદ કરે તો તેમને પણ ટેક્સમાં છૂટ આપવામાં આવશે અને આ માટેની જાહેરાત ટૂંક સમયમાં જ થઈ જશે તેવી પૂરેપૂરી શક્યતા છે


ટોચ લેવલના સરકારી અધિકારીએ માહિતી આપી છે કે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને લાભ આપવા માટેની યોજના બનાવવામાં આવી રહી છે અને કેન્દ્ર સરકાર કોરોના મહામારી ના આ સંકટ કાળમાં બજારમાં ખરીદી ને ઉત્તેજન આપવા માગે છે અને એટલા માટે જ સરકારી કર્મચારીઓની જેમ હવે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ ખરીદી ની છૂટછાટ મળે તેવું સરકારનું આયોજન છે. કેન્દ્ર સરકાર નું ગણિત એવું છે કે સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ જો ખરીદી કરવા બજારમાં નીકળશે તો રૂપિયા 28000 કરોડની વધારાની ગ્રાહક ડિમાન્ડ ઊભી થશે. જોકે સરકારી કર્મીઓને ખરીદી વધુ આવક ઊભી થવાની સંભાવના છે.


જોકે ખાનગી ક્ષેત્રમાં ચાર વર્ષમાં બે વખત આવકવેરામાં છૂટ મળે છે પરંતુ તેના માટે કર્મચારીએ યાત્રાનું સર્ટી આપવું પડે છે અને પુરાવા આપ્યા વગર ટેક્સ કાપી લેવામાં આવે છે માટે આ બારામાં કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરવી પડશે. એમ માનવામાં આવે છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા નિયમોમાં જરૂરી સુધારા-વધારા કરવા માટે એક સરકયુલર જારી કરવામાં આવશે અને તેનાથી ખાનગી ક્ષેત્રના કર્મચારી એલટી એ પર ટેકસ માં છૂટનો દાવો કરી શકશે. જોકે તેમાં કેટલીક શરતો રાખવામાં આવશે અને ખર્ચ કરવા માટે પણ જે ગાઈડલાઈન છે તે મુજબ જ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓએ ખર્ચ કરવાનો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here