જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના સાગરિતોને રાજકોટની ડેઝિગ્નેટેડ કોર્ટમાં 20 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા

0
105
  • તમામ આરોપીઓને ગુજસીટોક કાયદા હેઠળ ખાસ અદલાતમાં રિમાન્ડ માટે રજૂ કરાયા
  • વેપારી અને બિલ્ડરને ધમકાવતો, ભાજપના કોર્પોરેટર અને બિલ્ડરની ધરપકડ

જામનગરમાં હત્યા, જમીન કૌભાંડ, અપહરણ અને ધાકધમકી આપીને ગેંગ બનાવી મિલકતો પડાવી લેવાના અનેક કિસ્સાઓમાં સંડોવાયેલા નામચીન ભૂમાફિયા જયેશ પટેલના સાગરિતોને આજે રાજકોટમાં ડેઝિગ્નેટેડ કોર્ટમાં 20 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતાં. આ તમામ આરોપીઓને ગુજસીટોક કાયદા હેઠળ રાજકોટની ખાસ અદલાતમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યાં હતાં. રાજકોટના જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ વોરા દ્વારા જામનગર પોલીસની તરફેણમાં આરોપીઓની રિમાન્ડ મેળવવા વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. રિમાન્ડ અરજીની સુનાવણી પૂર્ણ થયા બાદ રિમાન્ડ અંગેનો ચૂકાદો આપવામાં આવશે.

જયેશ પટેલ અને તેના 14 સાગરીતો સામે ગુનો નોંધવામાં આવ્યો છે
જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગ વિરૂદ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરવા માટે જામનગર પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ જયેશ પટેલ અને તેના 14 સાગરીતો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ ફાંસી તેમજ આજીવન કેદની સજા તેમજ 10 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

ગુજસીટોક હેઠળ જામનગર જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો
ગુજરાત સરકાર દ્વારા ગુનાખોરીને કાબૂમાં કરવા માટે ગુજસીટોક કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. ત્યારે આ કાયદા હેઠળ જામનગર જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો છે. જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગ વિરૂદ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરવા માટે જામનગર પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ જયેશ પટેલ અને તેના 14 સાગરીતો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગેની માહિતી એસપી દીપેન ભદ્રને આપી છે. જામનગરના મોટા બિલ્ડર નિલેશ ટોળિયા અને ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીની પણ ધરપકડ કરવામાં આવી છે.

જયેશ પટેલ સિવાય તેના 13 સાગરીતોની ધરપકડ કરાઈ છે
રાજકોટ રેન્જ DIG સંદિપસિંઘે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં જણાવ્યું હતું કે, જયેશ પટેલ સિવાય તેના 13 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. સરકારના આદેશ બાદ જયેશ પટેલ અને તેની ગેંગ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જયેશ પટેલ સિન્ડીકેટ બનાવી લોકોને હેરાન કરતો હતો. વેપારી અને બિલ્ડરને ધમકાવતો હતો. જયેશ પટેલ ઓર્ગેનાઈઝ કામ કરતો હતો. જયેશ પટેલ લોકો પાસેથી ખંડણી ઉઘરાવતો હતો. જામનગરના એસપી દીપેન ભદ્રનની ટીમે 8ની ધરપકડ કરી છે.

એસપી દીપેન ભદ્રને આઠ શખ્સોની ધરપકડ કરી
1. અતુલ વિઠ્ઠલભાઈ ભંડેરી
2. વશરામ ગોવિંદભાઈ મિયાત્રા
3.નિલેશ મનસુખભાઈ ટોળિયા
4. મુકેશ વલ્લભભાઈ અભંગી
5. પ્રવીણ પરસોતમભાઈ ચોવટીયા
6. જીગર ઉર્ફે જીમ્મી પ્રવીણચંદ્ર આડતીયા
7. અનિલ મનજીભાઈ પરમાર

જયેશ પટેલના એક પછી એક સાગરીતોની ધરપકડ કરવામાં આવી રહી છે. જયેશ પટેલ અને તેના સાગરીતોના આતંકને ડામવા માટે ગૃહ વિભાગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના DCP દિપેન ભદ્રનને જામનગર એસપી તરીકે મૂકવામાં આવ્યા છે. દિપેન ભદ્રને એસપી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ જયેશ પટેલના એક પછી એક સાગરીતોની ATS અને પોલીસ આરોપીને ઝડપી પાડીને કાર્યવાહી કરી રહી છે. જામનગરના કુખ્યાત જયેશ પટેલની ગેંગનો સાગરીત આરોપી રઝાક સોપારી છે. તેના વિરૂદ્ધ જામનગરમાં અપહરણ, ખંડણી અને હત્યાનો પ્રયાસ કરવા સહિતના 7 જેટલા ગુનાઓમાં સંડોવણી છે.

રઝાક સોપારીને અમદાવાદના બોપલમાંથી ઝડપ્યો હતો
રઝાકે ત્રણ મહિના અગાઉ જામનગરમાં જાણિતા બિલ્ડર ગીરીશ ડેર પર ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં ACBએ નામચીન રઝાક સોપારી અને તેના ભાઈ તેમજ હુસેન દાઉદ ચાવડા અને જમીન માફ્યિા જયેશ પટેલની શોધખોળ કરી રહી હતી. ઓગષ્ટ મહિનામાં શોધખોળ દરમિયાન રઝાકનો ભાઈ હુસેન રાજસ્થાન તરફ્થી ટ્રક મારફતે જામનગર તરફ આવતો હોવાની ચોક્કસ બાતમીના આધારે રેંજ પોલીસે વાંકાનેર પાસે વોચ ગોઠવીને હુસેનને ઝડપી પાડયો હતો. બાદમાં રઝાક સોપારીને ગુરૂવારે બોપલથી ઝડપી લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here