દમણમાં 100 ખૈલેયા સાથે રાત્રે 9 વાગ્યા સુધી ગરબાની પરવાનગી, પ્રશાસને નવરાત્રિ શરૂ થઈ ગયા બાદ મંજૂરી આપી

0
140
  • ગ્રાઉન્ડની ક્ષમતા જોવામાં આવશે, ID પ્રૂફ સાથે અરજી કરવી પડશે

ગુજરાતમાં આ વર્ષે કોરોના મહામારીને લઇને ગરબા રમવાની પરવાનગી સરકાર દ્વારા આપવામાં આવી નથી. જોકે, શનિવારે દમણ પ્રશાસને શરતોને આધિન ગરબાની પરમિશન આપી છે. દમણ કલેકટર ડો. રાકેશ મિન્હાસે શનિવારે બપોર પછી દમણ પ્રદેશમાં જરૂરી શરતોને આધિન ગરબાની પરવાનગી આપી છે. જોકે, ગરબા આયોજકોએ આ મુદ્દે કલેક્ટરમાં એક સાદી અરજી કરીને પરવાનગી લેવી પડશે. ગરબાની પરમીશન માટે કરવામાં આવેલી અરજીમાં ગરબા આયોજન સંદર્ભે તમામ વિગતો રજૂ કરવાની રહેશે. ખાસ કરીને ગરબા આયોજનનું સ્થળ, સમય, કેટલા લોકો ભાગ લેશે જેવી તમામ માહિતી સાથે બાંહેધરી આપવાની રહેશે.

આ ઉપરાંત સરકારની ગાઇડ લાઇન અને હેલ્થ ડિપાર્ટમેન્ટના એસઓપીની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. કલેક્ટર રાકેશ મિન્હાસે જણાવ્યું કે, વધારેમાં વધારે 100ની સંખ્યા રહેશે. આ ઉપરાંત પરવાનગી પૂર્વે ગ્રાઉન્ડની કેપેસિટી નક્કી કરાશે. રાત્રે 9 વાગ્યા સુધીમાં ગરબા પૂર્ણ કરી દેવાના રહેશે. જોકે પ્રોફેશનલ આયોજકોને છૂટ અપાઈ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here