ગોંડલ : સહજાનંદ કોલેજ અને ધોણીયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો, 253 રકતની બોટલ એકત્ર.

0
92

ગોંડલ સહજાનંદ કોલેજ ઓફ આઈ.ટી.એન્ડ મેનેજમેન્ટ ગોંડલ તેમજ ઘોણીયા પરિવાર દ્વારા ભવ્ય રક્તદાન કેમ્પ નું ગુંદાળા રોડ પર શિવમ હોસ્ટેલ ખાતે રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો હતો આ તકે વિશ્વ વિહારીસ્વામી, અને વેલજીદાદા ના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પ માં ૨૫૩ રક્તની બોટલ એકત્ર થઈ હતી જેમાં ગોંડલ ની આસ્થા બ્લડ બેન્ક તેમજ રાજકોટ ની નાથાણી બ્લડબેન્ક નો સહયોગ રહ્યો હતો આ તકે ગોંડલ ના યુવા અગ્રણી જ્યોતિર્યાદિત્યસિંહ જાડેજા, તેમજ ઠાકોર વિકાસ નિગમ ના ચેરમેન ભૂપતભાઈ ડાભી, ગોંડલ નગરપાલિકા ના કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રફુલભાઈ ટોળીયા તેમજ અલપેશભાઈ ઢોલરીયા તેમજ ખોડલધામ સમિતિ, યુદ્ધ એજ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ અને વિવિધ સેવાકીય ગ્રુપ રક્તદાન કેમ્પ માં જોડાયા હતા અને રક્તદાતાશ ઓ પણ મોટી સંખ્યા માં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here