બાકી ટેક્સ વસૂલવા ઈન્કમટેક્સ અધિકારીઓ હવે મિલકતો-બેંક ખાતાં આડેધડ જપ્ત નહિ કરી શકે

0
87

તાજેતરમાં સીબીડીટીના ધ્યાનમાં આવ્યું છે કે, ઇન્કમટેકસ અધિકારીઓ દ્વારા બાકી રહેલા ટેકસની ઉઘરાણી માટે પગલાં લેવામાં આવી રહ્યાં છે. જેને લઇને સીબીડીટીએ કેવા પ્રકારનાં પગલાં લેવા તેની માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ કોઇ મિલકત સીઝ કરતાં કે ખાતાં સીઝ કરતાં પહેલાં કરદાતા જોડે જરૂરી પત્ર વ્યવહાર કરવા અને ઓનલાઇન સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. કરદાતાઓની મિલકત અને બેંક ખાતા સીઝ કરતાં પહેલાં ચીફ કમિશનરની મંજૂરી લેવી પડશે. આમ સીબીડીટીએ આડેધડ જપ્ત કરતા કરદાતાઓના ખાતા અને બેંક ખાતાની સત્તા પર કાપ મૂકી દીધો છે.

કરદાતાને ટેકસ ભરવા માટે આપવામાં આવેલી નોટિસનો જો કરદાતા જવાબ ન આપે તો તેવા કિસ્સામાં આઈટી અધિકારીઓ દ્વારા પહેલા કરદાતાની પ્રોફાઇલ વ્યૂ અથવા એસએસ ડિટેઇલ જે ઇનસાઇડ નામના પ્રોગ્રામ પરથી મેળવેલી વિગતો પરથી ટેક્સ મેળવવાના પ્રયાસ કરવાના રહેશે. આ સરવેે ઇન્વેસ્ટિગેશન અને ટીડીએસ વિંગના અધિકારીઓ દ્વારા જ કરી શકાશે. આમ ટીડીએસ અથવા ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓ દ્વારા કોઇપણ પ્રકારનો રિકવરી ટેકસનો સરવેે કરવાનો થાય તો ચીફ કમિશનર ઓફ ઇન્કમટેકસની મંજૂરી સાથે કરી શકાશે તેમજ તેનો રિપોર્ટ ઇન્કમટેકસના સોફટવેરમાં અપલોડ કરવો પડશે. વધારામાં મિલકત અથવા બેંક ખાતાને ટાંચમાં લેવાના હોય તેવા કિસ્સામાં ચીફ કમીશનરની પૂર્વ મંજૂરી સાથે જ કરી શકાશે. આમ અધિકારીઓ દ્વારા કરાતા આડેધડ મિલકત અને બેંક ખાતાના ટાંચ ઉપરની સત્તા પર પ્રતિબંધ મૂક્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here