અંકિતા લોખંડે નવરાત્રીમાં ‘મરાઠી મુલગી’ બની, નૌરાવી સાડી પહેરીને ફોટોશૂટ કરાવ્યું

0
96

‘પવિત્ર રિશ્તા’ શોથી લઈને ‘મણિકર્ણિકા’ અને ‘બાધી 3’ ફિલ્મમાં દેખાઈ ચૂકેલી એક્ટ્રેસ અંકિતા લોખંડેએ નવરાત્રી પર ફેન્સને સ્પેશિયલ ભેટ આપી છે. તેણે હાલમાં જ મરાઠી અવતારમાં કેટલીક સુંદર તસવીરો શેર કરી છે જેની સાથે તેણે મરાઠી વસ્તુઓ પ્રત્યે પ્રેમ પણ દર્શાવ્યો છે.

ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટમાં અંકિતા લોખંડેએ નૌવારી સાડી પહેરી છે અને તે મરાઠી મુલગી લાગી રહી છે. ફોટોના કેપ્શનમાં લખ્યું, મરાઠી જ્વેલરી, મરાઠી ભોજન અને મરાઠી દુલ્હનને મારો પ્રેમ. જય મહારાષ્ટ્ર.

અંકિતાએ લીલા અને મરુન રંગની નૌરાવી સાડી પહેરી છે. સાડીને સાથે તેણે ગોલ્ડ જ્વેલરી પહેરી છે. માથા પર ટ્રેડીશનલ ટીકો અંકિતાના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.

મહાલક્ષ્મી પૂજા વખતે મરાઠી ગેટઅપ
ગણેશ ચતુર્થી દરમિયાન અંકિતા લોખંડેએ ઘરમાં મહાલક્ષ્મી પૂજા રાખી હતી. આ દરમિયાન એક્ટ્રેસે મરાઠી ડ્રેસમાં પૂજા કરી હતી. તેણે પૂજાના અમુક ફોટોઝ પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કર્યા હતા.

હોસ્પિટલથી પિતા ડિસ્ચાર્જ થયા
અંકિતા લોખંડેના પિતા શશીકાંત લોખંડે સપ્ટેમ્બર મહિનામાં હોસ્પિટલમાં દાખલ થયા હતા. એક લાંબા સમય પછી હવે એક્ટ્રેસના પિતા સ્વસ્થ થઇને ઘરે આવી ગયા છે. અંકિતા તેના માતા-પિતાની ઘણી નજીક છે તેણે ભાવુક પોસ્ટ પણ લખી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here