મળી ગયો 8 પોલીસ કર્મીઓના મોતનો જવાબદાર ‘વિભીષણ’, તેણે વિકાસને ફોન કરી આપી હતી જાણકારી

  0
  342

  કાનપુરમાં હચમચાવી મુકનાર ઘટનામાં 8 પોલીસ કર્મચારીઓની વિકાસ દુબે નામના શખ્સે પોતાના સાથિઓ સાથે મળીને હત્યા કરી નાખી. દરમિયાનમાં વિકાસને શોધી રહેલી પોલીસને એક નવી બાબત હાથ લાગી છે. પોતાના જ પોલીસ ડીપાર્ટમેન્ટનો એક શખ્સ વિભીષણ નીકળ્યો છે. એડીજી જયનારાયણ સિંહે પત્રકારોને કહ્યું કે, પોલીસ આવવાની હોવાની સૂચના દુબેને આપનારો વિભીષણ કોણે છે તેની ખબર પડી ગઈ છે, પણ તેનું નામ નહીં કહીએ. જલ્દી જ કઠોર કાર્યવાહી કરવામાં આવશે. ત્યાંરે તેની ઓળખ છત્તી થઈ જશે.

  કાનપુરના ચૌબેપુરના બિકરુ ગામમાં પોલીસ અને બદમાશો વચ્ચેના એન્કાઉન્ટર પછી ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસ કરનારી ટીમને ચોબેપુર પોલીસ મથકની ભૂમિકા પર શંકા થઈ રહી હતી. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું સમસ્થ પોલીસ મથક દુબેનું બાતમીદાર છે. આ મામલામાં પૂર્વ ચૌબેપુર એઓ સહિત બે ઘણા પોલીસવાળાઓને શંકાના દાયરામાં રાખ્યા છે.

  પોલીસે આ કેસમાં 21 લોકો સામે માનજોગ અને 60થી વધુ અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ દાખલ કર્યો છે. આઈજી રેન્જ કાનપુર મોહિત અગ્રવાલે કહ્યું છે કે જો કોઈ આરોપી મળે છે તો તેની સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવશે. સાથે જ પોલીસ કર્મચારી હોય તો તેને તુરંત સસ્પેન્ડ પણ કરી દેવાશે.

  અત્યાર સુધી 21 આરોપીઓની ઓળખ થઈ ચુકી છે જેમાંથી પોલીસએ બેને એન્કાઉન્ટરમાં શનિવારે  ઠાર કરી દીધા હતા. રવિવારે પોલીસે કલ્યાણપુર પોલીસ મથકમાં થયેલા એન્કાઉન્ટરમાં વિકાસ દુબેના સાથી દયા શંકર અગ્નિહોત્રીને પકડી પાડવામાં આવ્યો છે.

  પોલીસની દયા શંકર સાથેની પુછપરછમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે. તેણે પોલીસને કહ્યું કે વિકાસ દુબેને પોલીસની કાર્યવાહીની અગાઉથી જ સૂચના આપી દેવામાં આવી હતી. સૂચના પછી વિકાસે પોતાના સાથિઓને બોલાવી લીધા હતા.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here