પ્રજાનાપ્રશ્ન કોરાણે: ડામર મુદ્દે ડખ્ખો: અંતિમ બોર્ડમાં આક્ષેપબાજી

0
54

રાજકોટ મહાપાલિકાની ચાલુ ટર્મ 2015-20ની આજે મળેલી અંતિમ જનરલ બોર્ડ મિટિંગમાં પણ પ્રજાના પ્રશ્ર્નો કોરાણે મુકી શાસકપક્ષ ભાજપ અને વિપક્ષ કોંગ્રેસે બેફામ આક્ષેપબાજી કરી એકમેકનું રાજકીય વસ્ત્રાહરણ કર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજ ઓડિટોરિયમ ખાતે મેયર બિનાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને મળેલી સામાન્ય સભામાં ભાજપ્ના કોર્પોરેટરોએ 22 અને કોંગ્રેસના કોર્પોરેટરોએ 56 પ્રશ્ર્નો મળી કુલ 78 પ્રશ્ર્નો પૂછયા હતા જેમાં પ્રથમ ક્રમે કોંગ્રેસન કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરનો રસ્તા પર ડામર કામ અંગેનો પ્રશ્ર્ન ચચર્મિાં આવ્યો હતો અને તે એક જ પ્રશ્ર્નની અધુરી ચચર્મિાં એક કલાકનો પ્રશ્ર્નકાળ પૂર્ણ થઈ ગયો હતો. અન્ય 77 પ્રશ્ર્નો કાગળમાં જ રહી ગયા હતા. ડામર કામના પ્રશ્ર્નનો મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે વિસ્તૃત જવાબ આપવાનું શ કયુર્ં હતું તે વેળાએ વચ્ચે વચ્ચે પ્રશ્ર્ન કરતાં કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર પેટાપ્રશ્ર્નો ઉઠાવતા હોય સતત શાસકો અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચચર્િ અને આક્ષેપબાજી થતી રહી હતી અને તેમાં જ જનરલ બોર્ડ મિટિંગ પૂર્ણ થઈ ગઈ હતી. તમામ દરખાસ્તો મંજૂર કરાઈ હતી. તદ્ ઉપરાંત એક અર્જન્ટ બિઝનેસ દરખાસ્ત મુકાઈ હતી અને તે પણ મંજૂર કરાઈ હતી. પાંચ શોકઠરાવ કરવામાં આવ્યા હતા.

જનરલ બોર્ડ મિટિંગના પ્રારંભે પાંચ શોકઠરાવ પસાર કરવામાં આવ્યા હતા જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભીખાભાઈ વસોયા, વોર્ડ નં.16ના કોર્પોરેટર હાનભાઈ ડાકોરા, પૂર્વ કોર્પોરેટર વિનુભાઈ તળપદા અને પૂર્વ કોર્પોરેટર ચાબેન ચૌધરી સહિતના પાંચ મહાનુભાવોનું અવસાન થતાં તેમના યોગદાનને યાદ કરીને શોકઠરાવ પસાર કરવામાં આવ્યો હતો તેમજ એક મિનિટનું મૌન પાળીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.


શોકઠરાવ પસાર થયા બાદ પ્રશ્ર્નકાળ શ થયો હતો જેમાં પ્રથમ ક્રમે જાગૃતિબેન ડાંગરન રસ્તા કામ અંગેના પ્રશ્ર્નની ચચર્િ થઈ હતી. તેમણે એવો પ્રશ્ર્ન પૂછયો હતો કે રાજકોટમાં કેટલા રસ્તા કામ થયા છે, તેમાં કેટલા ગેરંટીવાળા રોડ તૂટયા છે અને એજન્સીઓને કેટલી પેનલ્ટી કરવામાં આવી છે તેમજ ડામરના કેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે ? આ પ્રશ્ર્નનો મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે વિસ્તૃત જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, રાજકોટમાં ગેરંટીવાળો એક પણ રોડ તૂટયો નથી, જે રસ્તા તૂટયા છે તે તમામ પાણીની ડીઆઈ પાઈપલાઈન, ડ્રેનેજ લાઈન અને ગેસ લાઈન વિગેરે લાઈનો નાખવાના કારણે તૂટયા છે. છેલ્લા ચાર વર્ષમાં ડામરના અનેક સેમ્પલ લેવાયા હતા જેમાંથી ફકત 67 સેમ્પલ ફેઈલ ગયા હોવાનું કમિશનરે જણાવ્યું હતું અને તે તમામને કુલ ા.50 લાખની પેનલ્ટી કરવામાં આવી હતી તેમ ઉમેર્યું હતું.


આ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદય કાનગડ છેલ્લા પાંચ વર્ષમાં થયેલા વિકાસ કામોનો હિસાબ આપવા ઈચ્છુક હતા પરંતુ વચ્ચે વચ્ચે વિપક્ષના નગરસેવકો સતત આક્ષેપબાજી કરી રહ્યા હતા. દરમિયાન કાનગડે જણાવ્યું હતું કે, મહાપાલિકામાં છેલ્લા પાંચ વર્ષના શાસનકાળમાં કુલ ા.38,88.18 કરોડના વિકાસકામો થયા છે. તેમણે વિસ્તૃત વિગતો આપવાનું શ કર્યું હતું પરંતુ આક્ષેપબાજીના દોર વચ્ચે પુરી વિગતો રજૂ કરી શકયા ન હતા. આ વેળાએ મેયર બિનાબેન આચાર્યએ પણ અધ્યક્ષસ્થાનેથી સ્ટેન્ડિંગ ચેરમેનએ આપેલી વિકાસ કામોની વિગતો સંદર્ભે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી રાજકોટમાં કરોડો પિયાના વિકાસ કામો થયા છે.


કમિશનરે વિસ્તૃત જવાબ આપતા જાગૃતિબેને હવે કથા કરવાનું બંધ કરી મારા પ્રશ્ર્નનો જવાબ આપો તેમ કહેતા આ મુદ્દે ભાજપ્ના કોર્પોરેટરોએ કથા શબ્દ સામે વાંધો લીધો હતો અને હોબાળો થયો હતો ત્યારબાદ ફરી ચચર્િ આગળ ધપી હતી. એકંદરે ડામર કામના પ્રશ્ર્નની ચચર્મિાં જ પોણો કલાક વીતિ ગયો હતો તે દરમિયાન ગાયત્રીબા વાઘેલાએ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કેટલા કામો થયા છે તે અંગે સવાલ પૂછતા કમિશનર જવાબ આપે તે પહેલાં ધારસભ્ય અરવિંદ રૈયાણીએ જવાબ આપ્યો હતો કે, વોર્ડ નં.3માં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અનેક રસ્તા કામો થયા છે અને દરેક રસ્તા કામોમાં તમે સાથે ખાતમુહર્તમાં ઉપસ્થિત હોવ છો છતાં કેમ આવો સવાલ પૂછો છો ? જ્યારે તૂટેલા ડામર રોડ અંગે મ્યુનિ.કમિશનરે જણાવ્યું હતું કે, નવી પાઈપલાઈનો નાખવાના કારણે રસ્તા તૂટે છે તેમજ અમુક વખતે લોકો પણ રસ્તા ખોદી નાખે છે. ખાસ કરીને વરસાદના કારણે પણ રસ્તાને નુકસાન પહોંચે છે તેમ જણાવ્યું હતું. જ્યારે કોર્પોરેટર કશ્યપ શુકલએ જણાવ્યું હતું કે, ત્રણ વોર્ડ વચ્ચે એક ડામર કોન્ટ્રાકટર હોય છે જેના લીધે પ્રદેશના આગેવાન હોય કે બળુકા કોર્પોરેટર હોય તેના વોર્ડમાં ડામર કામ થાય છે. આ મુદ્દાને વિપક્ષી નગરસેવકોએ વધાવી લીધો હતો અને શુકલની વાતને ટેકો આપતાં શુકલએ જણાવ્યું હતું કે હં તો વિપક્ષની વાત કરું છું. ગાયત્રીબાન વોર્ડમાં પહેલાં ડામર કામ થાય છે. એકંદરે ફકત ડામર કામની મુદ્દાની ચચર્મિાં જ જનરલ બોર્ડ મિટિંગ પૂર્ણ થઈ ગઈ હતી.

  • ડરતા નથી તો ચૂંટણી કેમ પાછી ઠેલી ?: સાગઠિયા

જનરલ બોર્ડમાં વિપક્ષી નેતા સાગઠિયાએ શાસકો પર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, જો ભાજપ્ના શાસકો અને સરકાર ડરતી ન હોય તો શા માટે મહાપાલિકાની ચૂંટણી ત્રણ મહિના સુધી પાછળ ઠેલી દીધી ? આ પ્રશ્ર્નના જવાબમાં કાનગડે કહ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટણી પાછી ઠેલવાની માગણી સાથે હાઈકોર્ટમાં ગયા હતા તે ભૂલી ગયા ? કોંગ્રેસને આવું બોલવાનો હકક નથી.

  • રસ્તાના ખોદકામ મામલે સંકલન નથી: રાજાણી

જનરલ બોર્ડમાં વિપક્ષના દંડક અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, રસ્તાના ખોદકામ મુદ્દે સંકલન નથી માટે પણ રસ્તા તૂટે છે. નવે નવો ડામર રોડ બને ત્યારબાદ તુરંત જ તેના પર ખોદકામ થાય છે. આવું ન થવું જોઈએ. કમિશનરે આ વાત સાંભળી ભવિષ્યમાં વધુ સારું સંકલન કરાશે તેમ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, હાલમાં પણ જ્યાં નવા રસ્તાઓ બન્યા હોય ત્યાં સુધી ખોદકામની મંજૂરી આપવામાં આવતી નથી.

  • આ છેલ્લું બોર્ડ કોંગ્રેસ માટે છે, ભાજપ માટે નહીં: મિરાણી

ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો વચ્ચે બેફામ આક્ષેપબાજી થઈ હતી ત્યારે વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ કહ્યું હતું કે, આ અંતિમ જનરલ બોર્ડ છે માટે ચચર્િ થવા દ્યો. ત્યારે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ એવો ટોણો માર્યો હતો કે, આ અંતિમ જનરલ બોર્ડ કોંગ્રેસ માટે છે, ભાજપ માટે નહીં. ભાજપ્ના નગરસેવકો તો હજુ અનેક જનરલ બોર્ડમાં અહીંયા જોવા મળશે, કોંગ્રેસનું નકકી નહીં. દરમિયાન કાનગડે તેમાં ટાપસી પુરાવી હતી કે કોંગ્રેસ હવે કૂવામાં પડી ગઈ છે.

  • કાનગડે સોનિયા ગાંધીનું નામ લેતા કોંગ્રેસીઓ વિફયર્િ

જનરલ બોર્ડની ચચર્િ અંતર્ગત ઉદય કાનગડે એવું કહ્યું હતું કે, આ કોંગ્રેસ એ મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી પરંતુ ઈટાલિયન સોનિયા ગાંધીની ડુપ્લીકેટ કોંગ્રેસ છે. આમ કહેતાની સાથે જ કોંગ્રેસીઓ વિફયર્િ હતા અને અધ્યક્ષનું અપમાન ચલાવી નહીં લઈએ તેમ કહી હોબાળો કર્યો હતો પરંતુ હોબાળો ચાલુ હતો ત્યાં જ મેયરે દરખાસ્તોનું વાંચન શ કરાવી દઈ ફટાફટ દરખાસ્તો મંજૂર કરાવી નાખી હતી અને સભાની કાર્યવાહી પૂર્ણ થયાનું જણાવી વંદે માતરમ્ ગાન શ કરાવી દીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here