પીએચડીની ઓનલાઇન પરીક્ષા આપનાર વિદ્યાર્થીને 57 માર્ક મળ્યા: વેબસાઈટ પર 28 માર્ક થઈ ગયા

0
84
  • અન્યાયનો ભોગ બનેલા અનેક વિદ્યાર્થીઓના કેમ્પસ પર દેખાવ


સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગયા શનિવારે લેવામાં આવેલી પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ આપ્નાર અનેક વિદ્યાર્થીઓને ભારોભાર અન્યાય થાય તે પ્રકારના વ્યાપક પ્રમાણમાં ગોટાળા થયા છે. આ અંગેની ફરિયાદોને વાચા આપવા માટે આજે સવારે 11:00 વાગ્યે યુનિવર્સિટી કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓએ દેખાવો કયર્િ હતા.


સની ગોહેલ નામના વિદ્યાર્થી એ પરીક્ષા નિયામકને સંબોધીને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યા મુજબ પોતે જર્નિલિઝમ ડિપાર્ટમેન્ટની એન્ટ્રન્સ ટેસ્ટ આપી હતી. પરીક્ષા પૂરી થયા બાદ કોમ્પ્યુટરનું એન્ટરનું બટન દબાવતા 57 માર્ક મળ્યા હોવાનું જણાવાયું હતું. પરંતુ જ્યારે તમામ વિદ્યાર્થીઓનું રીઝલ્ટ યુનિવર્સિટીએ પોતાની વેબસાઇટ પર મૂક્યું છે ત્યારે આ વિદ્યાર્થીને 28 માર્ક મળ્યા હોવાનું જણાવાયુ છે.


આજે કેમ્પસ પર એકત્ર થયેલા એચડી પરીક્ષાના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પ્રારંભથી જ ગોટાળા શરૂ થઈ ગયા છે. ફોર્મ ભરવા સમયે ઓટીપી ન આવે, ફી ભયર્િ પછી ફીની રીસીપ ડાઉનલોડ ન થાય, સિલેબસ અપલોડ કર્યો હોય તો તેમાં પ્રશ્નો અને પેપરોમાં ભુલ આવવી અને આવા બધા પ્રશ્નોના નિરાકરણ માટે જ્યારે હેલ્પલાઇનનો ફોન નંબર ડાયલ કરો તો નો રીપ્લાય આવે, ઇ-મેલ કરો તો જવાબ ન મળે અને રૂબરૂ જાવ તો તમારી સાથે જાણે તમે ગુનેગાર હો તેવું વર્તન કરવામાં આવે છે.


અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કે એનએસયુઆઇ જેવી કોઈ સંસ્થાના આગેવાનોને બોલાવ્યા વગર આજે કેમ્પસ ઉપર 35 જેટલા વિદ્યાર્થીઓએ પોતાને થયેલા અન્યાયના વિરોધમાં દેખાવ કયર્િ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here