કોરોના હળવો થશે તો 23 નવેમ્બર અથવા 1લી ડિસેમ્બરથી ધો.9થી 12ના વર્ગ શરૂ થાય તેવી સંભાવના

0
100
  • 12 નવેમ્બરથી દિવાળી વેકેશન પણ આ વર્ષે વેકેશન ટૂંકાવાશે: ધો.9થી 12ના વર્ગો ચાલુ કરવાનો પ્રયોગ સફળ થશે તો ધો.6થી 8ના વર્ગ શ થશે: શાળા સંચાલકો દ્વારા તૈયારીઓ


જો કોરોનાની પરિસ્થિતિ હળવી થઇ જશે તો 23 નવેમ્બર અથવા તો 1લી ડિસેમ્બરથી ધો.9થી 12નું શૈક્ષણિક સત્ર શ કરી દેવાશે તેવું શૈક્ષણિક સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. જેને લઇને રાજકોટના શાળા સંચાલકો દ્વારા અત્યારથી જ તૈયારીઓ શ કરી દેવાઇ છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી ડી.એસ.કૈલાએ જણાવ્યું હતું કે, શૈક્ષણિક કેલેન્ડર મુજબ 12મી નવેમ્બરથી દિવાળી વેકેશન શ થાય છે, આ વખતે કોરોનાના લીધે વિદ્યાર્થીઓ માટે વેકેશનનો કોઇ પ્રશ્ર્ન નથી, જયારે દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિ સામાન્ય બની જશે તો શિક્ષણ વિભાગે આ વેકેશન ટૂંકાવીને એકાદ અઠવાડીયામાં જ શાળાઓ શ કરી દેવા માટે તાકીદ કરી છે.


તાજેતરમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાતના તમામ ડીઇઓ અને ડીપીઇઓ તેમજ શાળા સંચાલકો સાથે ઓનલાઇન મીટિંગ કરી હતી. જેમાં આવેલા સુચનો અનુસાર દિવાળી પછીના એક અઠવાડીયા બાદ ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ શ થઇ શકે તે દરમિયાન આજે જાણવા મળતી વિગત મુજબ કોરોના હળવું થઇ જશે તો તા.23 નવેમ્બર અથવા તો 1લી ડિસેમ્બરથી ધો.9, ધો.10, ધો.11 અને ધો.12 સુધી વર્ગ શ થઇ શકે તેવી પ્રબળ સંભાવનાઓ છે. શિક્ષણ વિભાગમાંથી મળેલી આ સૂચના બાદ રાજકોટના શાળા સંચાલકો દ્વારા કોરોના બાદ પ્રથમ વખત સ્કૂલો શ થઇ રહી હોય વિદ્યાર્થીઓ માટે શું સાવધાની રાખવી ? હવે કઇ રીતે સોશિયલ ડિસ્ટન્સ સાથે અભ્યાસ કરાવો વગેરે મુદ્દાઓ ઉપર તૈયારીઓ શ કરવામાં આવી છે.


જોકે, ધો.1થી 5 માટે સ્કુલ હજુ શ નહીં થાય. આ મુદ્દે વાલીઓએ પણ ઇનકાર કરી દીધો છે. પ્રથમ તબકકે ધો.9થી 12 શ થયા બાદ કોઇ પ્રશ્ર્ન નહીં ઉભા થાય તો ધો.6થી 8 શ કરાશે. શિક્ષણ વિભાગના સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ કોરોના મહામારી અટકશે તો આ બન્ને તારીખ પર સ્કૂલો શ થાય તેવી પ્રબળ સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here