સિકંદરાબાદ, ગોરખપુરની ફેસ્ટિવલ સ્પે. ટ્રેનો મંજૂર

0
73
  • રાજકોટ-સિકંદરાબાદ ટ્રાય વીકલી અને ઓખા-ગોરખપુર વીકલી દોડશે


કોરોના મહામારી ના અનુસંધાને રેલવે તંત્ર દ્વારા પરંપરાગત ટાઈમ ટેબલ મુજબ દોડતી ટ્રેનોનું ડિસેમ્બર સુધી લોકડાઉન જાહેર કરવામાં આવી છે ત્યારે હાલ અનલોક અંતર્ગત જુદી જુદી લાંબા અંતરની ટ્રેનો સ્પેશ્યલ ટ્રેનો તરીકે શરૂ કરવામાં આવી રહી છે. તેમાં હવે રાજકોટથી સિકંદરાબાદ વચ્ચે ત્રિ-સાપ્તાહિક એક્સપ્રેસ વિશેષ ટ્રેન તા.22 થી દર બુધ, ગુરુ અને સોમવારે તેમજ ઓખા – ગોરખપુર સ્પેશ્યલ સાપ્તાહિક ટ્રેન તા. 25 ઓક્ટોબરથી દર રવિવારે દોડાવવાનિ નિર્ણય લેવામાં આવ્યા છે. રાજકોટ મંડળ રેલ્વે મેનેજર પરમેશ્વર ફુંકવાલના જણાવ્યા મુજબ ટ્રેન નંબર 07017/07018 રાજકોટ – સિકંદરાબાદ એક્સપ્રેસ સ્પેશ્યલ (સપ્તાહમા ત્રણ વાર) દર સોમવારે, બુધવાર અને ગુરુવારે સવારે 05.25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 10.30 વાગ્યે સિકંદરાબાદ પહોંચશે. આ ટ્રેન 22 ઓક્ટોબર થી 30 નવેમ્બર 2020 સુધી ચાલશે. આવી જ રીતે પરત પ્રવાસ પર ટ્રેન નં. 07018 સિકંદરાબાદ-રાજકોટ વિશેષ ટ્રેન દર સોમવારે, મંગળવાર અને શનિવારે બપોરે 15.15 વાગ્યે સિકંદરાબાદથી ઉપડશે અને બીજા દિવસે સાંજે 19.00 વાગ્યે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 20 ઓક્ટોબર થી 28 નવેમ્બર, 2020 સુધી ચાલશે. આ ટ્રેન મુસાફરી દરમ્યાન વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્વર, સુરત, વલસાડ, વાપી, વસઈ રોડ, ભિવંડી રોડ, કલ્યાણ, લોનાવાલા, પુણે, દૌંડ, શોલાપુર, કલાબુરગી, વાડી, ચિત્તાપુર, સેરામ, તાંડુર અને બેગમપેટ સ્ટેશનોએ ઊભી રહેશે. આરક્ષણ 20 ઓક્ટોબરથી રેલવે પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટથી શરૂ થશે.


ઓખા-ગોરખપુર-ઓખા ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન આ ઉપરાંત ઓખા – ગોરખપુર સ્પેશ્યલ સાપ્તાહિક ટ્રેન તા. 25 ઓક્ટોબરથી દર રવિવારે શરુ કરવામાં આવનાર છે. જે ટ્રેન નંબર 05046/05045 ઓખા – ગોરખપુર એક્સપ્રેસ સ્પેશ્યલ (સાપ્તાહિક) ટ્રેન દર રવિવારે 21.00 વાગ્યે ઓખાથી ઉપડશે, મધ્યરાત્રી બાદ 02.00 કલાકે રાજકોટ પહોંચશે અને ગોરખપુર મંગળવારે સાંજે 19.25 વાગ્યે પહોંચશે. આ ટ્રેન 29 નવેમ્બર 2020 સુધી ચાલશે. જે વળતા ટ્રેન નં. 05045 ગોરખપુર-ઓખા વિશેષ ટ્રેન દર ગુરુવારે સવારે 4.45 વાગ્યે ગોરખપુરથી ઉપડશે અને શુક્રવારે રાત્રે 22.55 વાગ્યે રાજકોટ અને ઓખા શનિવારે સવારે 03.55 વાગ્યે પહોંચશે. આ ટ્રેન 26 નવેમ્બર 2020 સુધી ચાલશે. આ ટ્રેન મુસાફરી દરમિયાન દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ જં., અમદાવાદ, આણંદ જં., બીના, ઝાંસી, ગ્વાલિયર, મુરેના, ધૌલપુર, આગ્રા કેન્ટ, રાજા કી મંડી, ટુંડલા જં., ઇટાવા, કાનપુર સેન્ટ્રલ, ઐશબાગ, બાદશાહનગર, બારાબંકી, ગોંડા અને બસ્તી સ્ટેશનોએ રોકાશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે રિઝર્વ્ડ રહેશે. આ ટ્રેનનું આરક્ષણ 22 ઓક્ટોબર 2020 થી પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી વેબસાઇટથી શરૂ થશે.

  • ઓખા-હાવડા સ્પે.સાપ્તાહિક સ્પે. સુપર ફાસ્ટ ટ્રેન

ટ્રેન નંબર 02905 ઓખા-હાવડા સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ઓખાથી 25 ઓક્ટોબરથી 29 નવેમ્બર 2020 દરમિયાન દર રવિવારે સવારે 08.10 વાગ્યે ઉપડશે, તે જ દિવસે બપોરે 12.39 વાગ્યે રાજકોટ આવશે અને ત્રીજા દિવસે હાવડા સવારે 03.35 વાગ્યે પહોંચશે. વળતા ટ્રેન નંબર 02906 હાવડા-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ હાવડાથી દર મંગળવાર 27 ઓક્ટોબરથી 1 ડિસેમ્બર, 2020 દરમિયાન રાત્રે 22.50 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે બપોરે 13.26 વાગ્યે રાજકોટ અને સાંજના 18.30 વાગ્યે ઓખા પહોંચશે. આ ટ્રેન બંને દિશામાં દ્વારકા, ખંભાળીયા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, નંદુરબાર, ભુસાવલ, અકોલા, બદનેરા, નાગપુર, ગોંડિયા, રાજ-નંદગાંવ, દુર્ગ, રાયપુર, ભાટપરા, બિલાસપુર, ચંપારણ્ય, ઝારસુગુડા, રાઉરકેલા, ચક્રધરપુર, તાતનગર અને ખડગપુર સ્ટેશનોએ રોકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here