યાદ રાખજો…. તહેવારોમાં ભીડ કરશો તો એક મહિનામાં નોંધાશે 26 લાખ કેસ

0
79

આમ તો દેશમાં દરરોજ કોરોના વાયરસના જે નવા કેસ બહાર આવતા હતા તેમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે પરંતુ નવરાત્રીના તહેવારો ચાલી રહ્યા છે અને દિવાળી પણ નજીક આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા દેશની જનતાને ચેતવણી આપીને એમ કહેવામાં આવ્યું છે કે, જો તહેવારો દરમિયાન પબ્લિક ક્ધટ્રોલ નહીં રાખે અને નિયમોનું પાલન નહીં કરે તો ભયંકર સ્થિતિનું નિમર્ણિ થશે અને એક જ મહિનામાં 26 લાખથી વધુ નવા કેસ થઈ જવાનો ભય છે.


જનતાએ તહેવારો દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનો નિયમ સખ્ત રીતે પાળવો પડશે અને માસ્ક સતત પહેરી રાખવા પડશે. એ જ રીતે બજારોમં ખરીદી કરવા માટે ભીડ એકત્ર કરવાથી દૂર જ રહેવું પડશે નહીંતર ભયંકર સ્થિતિ સામે આવી શકે એમ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આ ચિંતાજનક વાત કરવામાં આવી છે અને જનતાને ફરીવાર સાવધાન કરી દેવામાં આવી છે


દેશના ચારથી પાંચ રાજ્યોમાં લોકોએ નિયમોનું પાલન કર્યું નથી માટે ત્યાં સ્થિતિ ગંભીર છે અને તેના પરથી ધડો લઈને દેશના અન્ય રાજ્યોની જનતાએ ખુબ જ સાવચેતી રાખવી પડે એમ છે કારણ કે તહેવારો દરમિયાન સામાન્ય રીતે જનતા મોટા પ્રમાણમાં બહાર નીકળે છે અને બજારોમાં એકત્ર થાય છે પરંતુ આ વખતે ભીડભાડવાળા વિસ્તારો નહીં ઉભા કરવાની ચેતવણી આપવામાં આવી છે. જો જનતા અમલ નહીં કરે તો એક જ માસમાં 26 લાખથી વધુ કેસ નવા બહાર આવી શકે છે તેવું જોખમ રહેલું છે.
 

  • હર્ષવર્ધને છેવટે સ્વીકાર્યુ કે કેટલાંક રાજ્યોમાં કોરોના કોમ્યુનિટી ટ્રાન્સમિશન સ્ટેજ પર છે

કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને અંતે માની લીધુ હતું કે કોરોના સંક્રમણના કેસોના મુદ્દે ભારત કોમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં આવી ચૂક્યુ છે. જોકે તેમણે દાવો કર્યો હતો કે આ સ્ટેજ ભારતના કેટલાક રાજ્યો અને જીલ્લાઓ સુધી સિમિત છે. સ્વાસ્થ મંત્રીનું સ્થિતિ સ્વીકારતુ આ નિવેદન પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનરજીના એ નિવેદન બાદ આવ્યુ હતું જેમાં તેમણે કહ્યુ હતું કે રાજ્યમાં કોવિડનું કોમ્યુનિટી સ્પ્રેડ શરુ થઇ ગયુ છે. નોંધનીય બાબત એ છે કે કોરોના સંક્રમણના ભારતમાં બહોળા ફેલાવા અને દૈનિક સ્તરે રેકોર્ડ તોડી રહેલા નવા કેસના આંકડાઓ બાદ પહેલી વાર સ્વાસ્થ મંત્રીએ સ્વીકાર કર્યો હતો કે દેશમાં કોમ્યુનિટી સ્પ્રેડ સ્ટેજ આવી પહોંચ્યુ છે. આ પહેલા તેઓ હમેશાંથી આ મુદ્દાને નકારતા આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here