અહો આશ્ચર્યમ : જેતપુર પીઠડીયા ટોલનાકે બળદગાડા અને ત્રી ચક્રીય વાહનો માટે પણ આડશ મુકાઇ, ખેડૂતો ને મુશ્કેલી

0
669

વીરપુર જેતપુર હાઈવે પર પીઠડીયા ગામ પાસેના પીઠડીયા ટોલનાકે બળદગાડા, દ્વિ ચક્રીય, તેમજ ત્રી ચકીય વાહનોને પસાર થવાના ટોલ બુથમાં પણ સંચાલક દ્વારા દાદાગીરીથી આડશ ઉભી કરી દેતા આ વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

   વીરપુરના પીઠડીયા ગામ પાસેના હાઇવે ઓથોરિટી દ્વારા બનાવેલ ટોલપ્લાઝાએ દ્વિ ચક્રીય,ત્રી ચક્રીય વાહનો ઉપરાંત પીઠડીયા, વીરપુર, થોરાળા વિસ્તારમાં ખેતીની જમીન ધરાવતા ખેડૂતોના અવરજવર માટે ટોલ બુથની બંને બાજુની પાંચ પાંચ લાઈનમાંથી છેલ્લી લાઈન ખુલ્લી રાખવામાં આવે છે. પરંતુ થોડા દિવસોથી ટોલ ચાર્જમાંથી બાકાત રહેલ આ વાહનો પસાર થવાના છેલ્લા બુથની આડે ખાલી બેરેલ તેમજ બેરીકેડની આડશ ઉભી કરી દેવામાં આવી છે. જેમાંથી દ્વિ ચક્રીય વાહન તો જેમતેમ કરીને અથડાતો પણ નીકળી જાય છે. પરંતુ ઓટો કે છકડો રીક્ષા તેમજ બળદગાડુ કોઈ કાળે નીકળી શકતા નથી. જેથી તેઓ વાહનમાંથી નીચે ઉતરીને આડશ હટાવવા જાય તો ટોલબુથ કર્મચારીઓ દાદાગીરી કરે છે. અને ભૂતકાળમાં બળદગાડાના રસ્તા બાબતે ટોલનાકાએ ખેડૂત આગેવાનોએ આંદોલન પણ કર્યા છે. જેમાં સરકારી પ્રશાસન દ્વારા રસ્તો ખોલાવી સમાધાન કરાવ્યા છે. આમ , છતાં ટોલનાકાની દાદાગીરીનો ભોગ નાના વાહન ચાલક તેમજ ખેડૂતો બની રહ્યા હોવાથી સત્વરે રસ્તો ખુલ્લો મુકાવવા ખેડૂતોએ સરકારી પ્રશાસન પાસે માંગ કરી છે. 

અહેવાલ- ગૌરવ ગાજીપરા, વીરપુર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here